
ગઈકાલે રાત્રે માઈક્રોસોફ્ટ 365ના હજારો યુઝર્સને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ ખાસ કરીને Outlook ઈમેઇલ સાથે સમસ્યાઓ થઈ રહી હોવાની જાણ કરી હતી. આ આઉટેજને કારણે વિશ્વભરના હજારો યુઝર્સનું Microsoft Outlook ઠપ થઈ ગયુ હતું. જોકે, કંપનીએ પુષ્ટિ કરી છે કે, સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે અને આવું કેમ થયું તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
જાણો કંપનીએ શું કહ્યું
યુઝર્સને મુશ્કેલી પડી રહી હોવાની જાણ થયા બાદ માઇક્રોસોફ્ટે રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, 'કંપની આ અસરને સમજવા માટે ઉપલબ્ધ ટેલિમેટ્રી અને ગ્રાહકો દ્વારા પૂરા પાડવામાં આવેલ લોગની સમીક્ષા કરી રહી છે.અમે પુષ્ટિ કરી છે કે, આ સમસ્યા Microsoft 365 સેવાઓને અસર કરી રહી છે.'
થોડા સમય પછી થ્રેડમાં એક નિવેદન જોડતા માઈક્રોસોફ્ટ 365એ કહ્યું કે, 'અમે અસરનું સંભવિત કારણ ઓળખી કાઢ્યું છે અને અસર ઘટાડવા માટે શંકાસ્પદ કોડ પરત લઈ લીધો છે.'
કંપનીએ આગળ કહ્યું કે, અમારી ટેલિમેટ્રી દ્વારા જાણવા મળ્યું કે મોટાભાગની અસરગ્રસ્ત સેવાઓ અમારા ફેરફારો પછી ઠીક થઈ રહી છે. જ્યાં સુધી સેવાઓ પરની તમામ અસર સમાપ્ત ન થાય ત્યાં સુધી અમે દેખરેખ રાખવાનું ચાલુ રાખીશું.
https://twitter.com/MSFT365Status/status/1895957614099345849
હજારો યુઝર્સ હેરાન થયા
ઓનલાઈન આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ Downdetectorના જણાવ્યા પ્રમાણે યુ.એસ.માં લગભગ 37,000 યુઝર્સે આઉટેજ દરમિયાન આઉટલુકને ઍક્સેસ કરવામાં અસમર્થ હોવાની જાણ કરી હતી. જ્યારે માઇક્રોસોફ્ટે યુઝર્સ ખાતરી આપી છે કે સેવાઓ સ્થિર થઈ રહી છે, અમે વધુ અસર અટકાવવા માટે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું.