
વોટ્સએપે 99 લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટને બૅન કર્યા છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે 1 જાન્યુઆરી 2025થી 30 જાન્યુઆરી 2025ની વચ્ચે બૅન કર્યા છે.પ્લેટફોર્મે આ પગલું વધતાં સ્કેમ્સને રોકવા માટે ઉઠાવ્યું છે. વોટ્સએપે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં આ એકાઉન્ટ્સને બૅન કરવાની જાણકારી આપી છે.
આ રિપોર્ટ IT રુલ્સ 2021ના રુલ 4(1)(d) અને રુલ 3A(7) હેઠળ જારી કરવામાં આવે છે. જેમાં વોટ્સએપના ઉઠાવવામાં આવેલા સુરક્ષા પગલાની જાણકારી હોય છે.
કેટલા એકાઉન્ટ્સ બૅન થયા?
વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ્સને સુરક્ષિત રાખવા માટે દર મહિને અમુક સિક્યોરિટી પગલા ઉઠાવે છે. રિપોર્ટ અનુસાર 9,967,000 એકાઉન્ટ્સને બૅન કરવામાં આવ્યા છે.
લાખો એકાઉન્ટ્સને બૅન કર્યા છે
આમાંથી 1,327,000 એકાઉન્ટ્સને કોઈ યુઝરના રિપોર્ટ કર્યા પહેલા જ બૅન કરી દેવાયા છે. આ એકાઉન્ટ્સને યુઝર્સના વર્તનના આધારે બૅન કરવામાં આવ્યા છે.
યુઝર્સે ફરિયાદ કરી હતી
આ સિવાય પ્લેટફોર્મ પર 9,474 ગ્રીવેન્સ રિપોર્ટ આવ્યા હતા, જેના આધારે 239 એકાઉન્ટ્સને બૅન કે બીજી કાર્યવાહી કરવામાં આવી છે.
એકાઉન્ટ બૅન કેમ થાય છે?
હવે સવાલ આવે છે કે વોટ્સએપ દર મહિને આટલા એકાઉન્ટને બૅન કેમ કરે છે. મોટી સંખ્યામાં એકાઉન્ટ્સ ટર્મ અને સર્વિસના ઉલ્લંઘન માટે બૅન કરવામાં આવે છે.
આ ભૂલ ન કરવી
બલ્ક મેસેજિંગ કે સ્પેમિંગ, સ્કેમ્સમાં સામેલ થવા પર કે ખોટી જાણકારી શેર કરવા પર આ એકાઉન્ટ્સને બૅન કરવામાં આવે છે.
પ્રતિબંધના ઘણા કારણ હોય છે
આ સિવાય ગેરકાયદેસર કામ કરનાર એકાઉન્ટ્સને બૅન કરવામાં આવે છે. આ સિવાય યુઝર્સના રિપોર્ટ કરવા પર અમુક એકાઉન્ટ્સને બૅન કરવામાં આવે છે.