Home / Auto-Tech : WhatsApp partners with India's DoT department to prevent online scams

ઓનલાઇન સ્કેમથી બચવા એક્શન, WhatsAppએ ભારતના DoT ડિપાર્ટમેન્ટ સાથે કરી પાર્ટનરશીપ

ઓનલાઇન સ્કેમથી બચવા એક્શન, WhatsAppએ ભારતના DoT ડિપાર્ટમેન્ટ સાથે કરી પાર્ટનરશીપ

દેશમાં સતત ઓનલાઇન સ્કેમ વધી રહ્યા છે, અને સરકાર દ્વારા પણ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ પરિસ્થિતિ જૈસે થે તેથી આ ઓનલાઇન સ્કેમને ડામવા માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) સાથે પાર્ટનરશીપ કરી છે. હવે તે બંને સાથે મળીને 'સ્કેમથી બચો' અભિયાનને આગળ ધપાવશે. જેથી હવે લોકોને સ્કેમ અને સ્પામ મેસેજ તેમજ કોલ્સથી છૂટકારો અપાવવામાં મદદ કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડિજિટલ સ્કેમ વિશે લોકોને જાગૃત  કરાશે

બંને પક્ષો સાથે મળીને વર્કશોપનું આયોજન કરશે. આ સિવાય ડિજિટલ સ્કેમ વિશે લોકોને જાગૃત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં ઘણા લોકો સ્કેમર્સનો શિકાર બન્યા છે. ઘણા લોકોના બૅંક ખાતા પણ ખાલી થઈ ગયા છે.

કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત

WhatsAppની પેરેન્ટ કંપની મેટાના ચીફ ગ્લોબલ અફેર્સ ઑફિસર જોએલ કપલાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા સાથેની વાતચીત દરમિયાન Meta અને DoT વચ્ચે પાર્ટનરશીપને લઈને ચર્ચા થઈ હતી.

અધિકારીઓને તાલીમ આપવામાં આવશે

આ પાર્ટનરશીપ હેઠળ DoT અધિકારીઓને વર્કશોપમાં તાલીમ આપવામાં આવશે. આમાં સંદેશાવ્યવહાર મિત્રો અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ(TSPs)ને પણ તાલીમ આપવામાં આવશે.

સંચાર સાથી પાર્ટનર ઘણા લોકો સુધી પહોંચાડવામાં આવશે

આ પાર્ટનરશીપ હેઠળ WhatsApp DoT સાથે નજીકથી કામ કરશે અને સંચાર સાથી પહેલ હેઠળ નાગરિક કેન્દ્રિત સેવાઓ વિકસાવવામાં આવશે. તેની મદદથી WhatsAppની મદદથી મોટા પાયે સંચાર સાથીની સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરવામાં આવશે.

શું સંચાર સાથી પોર્ટલ

તમને જણાવી દઈએ કે સંચાર સાથી પોર્ટલ ભારતીય નાગરિકો માટે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ સાયબર ફ્રોડ સંબંધિત કોલ અને મેસેજ વગેરેનો રિપોર્ટ કરી શકશો. આ ઉપરાંત તે ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલની ફરિયાદ નોંધાવી શકે છે. આ પ્લેટફોર્મ પર ભારતીય નાગરિકો તેમના નામે કેટલા સિમ કાર્ડ છે તે ચકાસી શકે છે.

TOPICS: whatsapp scams india
Related News

Icon