Home / Auto-Tech : WhatsApp will not work on these smartphones from May 5

Tech News:  5 મેથી આ સ્માર્ટફોનમાં WhatsApp કામ નહીં કરે

Tech News:  5 મેથી આ સ્માર્ટફોનમાં WhatsApp કામ નહીં કરે

5 મેથી ઘણા સ્માર્ટફોન પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. દર વર્ષે WhatsApp એવા ફોનની યાદી બહાર પાડે છે જે ખૂબ જૂના છે અને જેના માટે કંપનીએ સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દીધું છે. WhatsApp ફક્ત iOS 15.1 કે તેથી વધુ વર્ઝન પર જ કામ કરશે. આનો અર્થ એ છે કે જેની પાસે iPhone 5s, iPhone 6 અને iPhone 6 Plus છે. તેના ફોન પર WhatsApp કામ કરશે નહીં. તે લોકોને નવું ઉપકરણ લેવા વિશે વિચારવું પડી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેટા વોટ્સએપ સપોર્ટ કેમ બંધ કરી રહ્યું છે?

WhatsApp તેના વપરાશકર્તાઓની સુવિધા સુધારવા અને તેની ગોપનીયતાને મજબૂત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખે છે. જેના કારણે દર વર્ષે તે જૂના ઉપકરણોની યાદી બહાર પાડે છે જે સુરક્ષિત નથી. જેમાં અપડેટેડ ફીચર્સ કામ નથી કરી શકતા. કંપનીએ સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દીધું હોય. જે આઇફોન મોડેલ્સ માટે એપલ સુરક્ષા અપડેટ આપી રહ્યું નથી, તેમાં ડેટા ચોરી અથવા વાયરસનું જોખમ વધી જાય છે. આમાં WhatsApp બિઝનેસ એપનો પણ સમાવેશ થાય છે.

આ iPhone મોડેલો પર WhatsApp ચાલતું રહેશે

WhatsApp બધા જૂના મોડેલો પરથી તેનો સપોર્ટ દૂર કરી રહ્યું નથી. iPhone 8 અને iPhone X ને હજુ પણ WhatsApp સપોર્ટ મળતો રહેશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કંપની આ મોડેલોને પણ સોફ્ટવેર અપડેટ આપી રહી નથી. આ મુજબ, એવી શક્યતા છે કે આગામી વર્ષોમાં આ ઉપકરણો પર WhatsApp સપોર્ટ ઉપલબ્ધ થવાનું બંધ થઈ શકે છે.

બચવા માટે આ પગલાં લો

જો તમે દરરોજ WhatsApp વાપરો છો તો એવો સ્માર્ટફોન ખરીદવાનો પ્રયાસ કરો જેમાં નવીનતમ સોફ્ટવેર હોય. જો તમે સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદી રહ્યા હોવ તો પણ સોફ્ટવેર પર ધ્યાન આપવું જરૂરી છે. નવા સોફ્ટવેર અપડેટ સાથે ફોન ખરીદવાનો ફાયદો એ છે કે તમને WhatsAppની નવીનતમ સુવિધાઓ - ચેટ લોક, ગાયબ મેસેજ ફીચર અને ગોપનીયતા સેટિંગ્સનો લાભ પણ મળશે.

 

Related News

Icon