Home / Auto-Tech : Why is it necessary to keep the phone on airplane mode during a flight?

Tech News : ફ્લાઇટમાં ફોનને Airplane mode પર રાખવો કેમ જરૂરી છે? 

Tech News : ફ્લાઇટમાં ફોનને Airplane mode પર રાખવો કેમ જરૂરી છે? 

જ્યારે પણ તમે ફ્લાઇટમાં ચઢો છો, ત્યારે ટેક-ઓફ કરતા પહેલા ક્રૂ મેમ્બર્સ વારંવાર એક જ જાહેરાત કરે છે કે કૃપા કરીને તમારા મોબાઇલ ફોનને એરપ્લેન મોડ પર રાખો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કહેવામાં આવે છે? શું આ ફ્લાઇટ માટે કોઈ ખતરો છે? કે પછી આ ફક્ત એક નિયમ છે જેનું પાલન કરવું પડે છે? અહીં જાણો આ પાછળનું સાચું કારણ શું છે. જેના વિશે મોટાભાગના લોકો અજાણ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એરપ્લેન મોડ શું છે?

એરપ્લેન મોડ એ એક મોબાઇલ સેટિંગ છે, જે ચાલુ થવા પર તમારા ફોનની વાઇફાઇ, મોબાઇલ નેટવર્ક અને બ્લૂટૂથ જેવી બધી વાયરલેસ કનેક્ટિવિટી બંધ કરી દે છે. આનો અર્થ એ છે કે તમારો ફોન કોઈપણ પ્રકારના સિગ્નલ મોકલવાનું કે પ્રાપ્ત કરવાનું બંધ કરી દે છે.

નેવિગેશન સિસ્ટમમાં અડચણ: ફ્લાઇટમાં પાઇલોટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચે ખૂબ જ સચોટ રેડિયો સિગ્નલ અને વાતચીત હોય છે. જો સેંકડો મુસાફરો તેના ફોન નેટવર્ક ચાલુ રાખે છે, તો તે વિમાનના નેવિગેશન અને રેડિયો સિસ્ટમમાં અડચણનું કારણ બની શકે છે.

ફ્લાઇટ સેફ્ટી: જોકે અદ્યતન ફ્લાઇટ્સમાં સેક્ટી સિસ્ટમ હવે ખૂબ જ મજબૂત હોય છે, કોઈપણ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ટાળવી મહત્વપૂર્ણ છે. એરપ્લેન મોડ ચાલુ કરવાથી ખાતરી થાય છે કે કોઈ નેટવર્ક સિગ્નલ ફ્લાઇટ સિસ્ટમમાં દખલ ન કરે.

ઝડપી ગતિ અને ઊંચાઈ: જ્યારે ફ્લાઇટ 30,000 ફૂટની ઊંચાઈ પર હોય છે, ત્યારે તમારું મોબાઇલ નેટવર્ક આપમેળે કામ કરવાનું બંધ કરી દે છે. ફોન સતત નેટવર્ક શોધતો રહે છે, જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે અને નેટવર્ક સિસ્ટમ પરનો ભાર પણ વધે છે.

કાનૂની નિયમો અને ઉડ્ડયન માર્ગદર્શિકા: ભારતીય DGCA અને ઈન્ટરનેશનલ એરલાઇન્સના નિયમો અનુસાર, ફ્લાઇટમાં મોબાઇલને એરપ્લેન મોડ પર રાખવો જરૂરી છે. મુસાફરોની સેફ્ટી માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે.

જો તમે એરપ્લેન મોડનો ઉપયોગ ન કરો તો શું થશે?

ટેકનિકલ સમસ્યાઓનું જોખમ વધી શકે છે. પાઇલોટ અને કંટ્રોલ ટાવર વચ્ચે વાતચીતમાં અડચણ પડી શકે છે. તમારા ઉપકરણની બેટરી ઝડપથી ખતમ થઈ શકે છે. કેટલાક દેશોમાં નિયમો તોડવાથી દંડ પણ થઈ શકે છે.

શું વાઇફાઇનો ઉપયોગ કરી શકાય?

આજકાલ કેટલીક ફ્લાઇટ્સમાં ઇન-ફ્લાઇટ વાઇફાઇની સુવિધા હોય છે, જેમાં તમે એરપ્લેન મોડ ચાલુ રાખ્યા પછી પણ વાઇફાઇ સાથે કનેક્ટ થઈ શકો છો. પરંતુ મોબાઇલ નેટવર્ક (ઇન્ટરનેટ અથવા સિમ સાથે કૉલિંગ) બંધ રાખવું જરૂરી છે.

Related News

Icon