
કાળઝાળ ગરમી આવી ગઈ છે અને તાપમાન પણ દિવસેને દિવસે વધી રહ્યું છે, આવી સ્થિતિમાં પોતાની સાથે વાહનની પણ કાળજી લેવી જરૂરી બની જાય છે. જો કારની (Car) યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો જાન-માલનું નુકસાન થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી જાય છે, આવી સ્થિતિમાં સાવધાન રહેવું જરૂરી છે, અહીં જાણો કઈ ભૂલોથી બચવું જોઈએ. જેથી તમારી કારમાં કારમાં આગ ન લાગે.
રોકાયા વિના વાહન ચલાવવાની ભૂલ
ઉનાળો આવતાની સાથે જ લોકો હિલ સ્ટેશનો પર જવા લાગે છે, પરંતુ જો તમે લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા હોવ તો યાદ રાખો કે રોકાયા વિના વાહન ચલાવવાની ભૂલ ન કરો. સતત ડ્રાઇવિંગ કરવાથી ઉનાળામાં તમારી કાર વધુ ગરમ થઈ શકે છે, જેના કારણે કાર (Car) અટકી શકે છે અને ઓવરહિટીંગને કારણે આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે.
જાળવણી
લોકો એવું વિચારે છે કે વાહન સારી રીતે ચાલતું હોવાથી તે થોડો સમય રાહ જોશે અને પછી સર્વિસ કરાવશે, પરંતુ તમારી આ બેદરકારી તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. યોગ્ય સમયે સર્વિસિંગ ન કરાવવું જોખમી સાબિત થઈ શકે છે. સર્વિસિંગ દરમિયાન વાહનમાં કોઈ સમસ્યા છે કે કેમ તે જોવા માટે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. જો કારની સમસ્યા સમયસર ઉકેલાઈ જાય તો અકસ્માત ટાળી શકાય છે, તેથી સમયસર કારની (Car) સર્વિસિં કરાવવી જોઈએ.
કુલન્ટનો અભાવ
ઉનાળામાં કાર (Car) ચલાવનાર દરેક વ્યક્તિએ કારમાં કુલન્ટ લેવલ ભરેલું રાખવું જોઈએ. કુલન્ટની અછતને કારણે વાહન વધુ ગરમ થઈ શકે છે, જેના કારણે કારમાં આગ લાગવાનું જોખમ વધી શકે છે.