Home / Auto-Tech : YouTube's new rules will come into effect from March 19 news

19 માર્ચથી લાગુ થશે YouTubeના નવા નિયમો, આવા ક્રિએટર્સના એકાઉન્ટ થઈ જશે બ્લોક

19 માર્ચથી લાગુ થશે YouTubeના નવા નિયમો, આવા ક્રિએટર્સના એકાઉન્ટ થઈ જશે બ્લોક

યુટ્યુબે ઓનલાઈન Gambling કન્ટેન્ટ સામે નિયમો કડક બનાવ્યા છે. કંપનીના નવા નિયમો 19 માર્ચથી લાગુ થવા જઈ રહ્યા છે. આ પછી જે ક્રિએટર્સ બિનપ્રમાણિત Gambling  એપ્લિકેશનો અને વેબસાઇટને પ્રોત્સાહન આપે છે તેના એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે. આ સાથે એવા ક્રિએટર્સ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે જે તેના કન્ટેન્ટમાં આવી Gambling સર્વિસ અથવા એપ્લિકેશનોનો લોગો બતાવે છે, જેને ગૂગલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ નિયમો આવતા અઠવાડિયાથી અમલમાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એટલા માટે આ પગલા લેવામાં આવી રહ્યા

આ નિર્ણય પાછળનું કારણ સમજાવતા, કંપનીએ કહ્યું કે તે કેસિનો રમતો અને એપ્લિકેશનો સહિત Gambling કન્ટેન્ટના ક્રિએટર્સને અસર કરશે, પરંતુ યુવા પ્રેક્ષકોને સુરક્ષિત રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે. અત્યારે પણ યુટ્યુબ પર દર્શકોને Gamblingની સાઇટ અને એપ્લિકેશન્સ પર રીડાયરેક્ટ કરવાને નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે, પરંતુ નવા નિયમો અમલમાં આવ્યા પછી જો કોઈ ક્રિએટર્સ આવી કોઈપણ સાઇટ અથવા એપ્લિકેશનમાંથી ગેરંટીકૃત વળતરનો દાવો કરે છે, તો તેની કન્ટેન્ટ પણ ડિલેટ કરી નાખવામાં આવશે.

વિડિઓ પર વય પ્રતિબંધ લાદવામાં આવશે

નિયમો કડક બનાવતા YouTube એ ઓનલાઈન કેસિનો અથવા એપ્સનો પ્રચાર કરતા કન્ટેન્ટ પર વય મર્યાદા લાદવાનો પણ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે આવા કન્ટેન્ટ હવે સાઇન આઉટ થયેલા વપરાશકર્તાઓ અને 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓને બતાવવામાં આવશે નહીં.

ભારતમાં YouTube એ તેના પ્લેટફોર્મ પરથી 29 લાખ વિડિયો ડિલીટ કર્યા

યુટ્યુબ નિયમોનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન, યુટ્યુબના સમુદાય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા 29 લાખ વિડિયો ડિલીટ કરવામાં આવ્યા હતા. આ વિશ્વના કોઈપણ દેશમાં ડિલીટ કરાયેલા વિડિયોની સૌથી મોટી સંખ્યા છે.

 

Related News

Icon