Home / : Chapter 2 of 'Sare Jahan Se Accha Hindostan'

Ravi Purti : 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં' નો દ્વિતીય અધ્યાય

Ravi Purti : 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં' નો દ્વિતીય અધ્યાય

- ફયુચર સાયન્સ 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કારગિલથી કોઝ્મોસ સુધી

કેપ્ટન શુભાંશુ શુક્લાને આઈએસએસ ઉપર લઈ જનાર 'એક્સિયમ-૪' મિશન, 'નાસા', 'ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)' અને 'એક્સિયમ સ્પેસ' ના સહયોગથી તૈયાર થયેલ આંતરરાષ્ટ્રીય મિશન છે. ૧૦ ઓક્ટોબર, ૧૯૮૫ના રોજ જન્મેલા શુભાંશુના પરિવારમાં,અત્યાર સુધી કોઈ લશ્કરમાં ગયું નથી. ૧૯૯૯નું કારગિલ યુદ્ધ, જેણે આખા ભારતનું ધ્યાન ખેંચ્યું હતું, તેણે આ કિશોરનાં મન સાગરમાં ઊંડા વમળ સર્જ્યાં હતા. આ સમયે તેના દિમાગમાં એવું કંઈક જન્મ્યું,જે તેને સેવા, ઉડાન અને સંશોધનની દિશામાં લઈ જવાનું હતું. માત્ર ૧૬ વર્ષની ઉંમરે, તેણે 'યુપીએસસી નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)' પરીક્ષા આપી અને પાસ કરી. હવે તે સમગ્ર પરિવારમાં એવી પ્રથમ વ્યક્તિ બન્યો, જેણે કાયમ માટે લશ્કરી ગણવેશ પહેરવાનો હતો. આ તબક્કે તેને ખબર ન હતી કે 'લશ્કરી ગણવેશ એક દિવસ તેને 'અંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (આઈએસએસ)' સુધી લઈ જશે.' ભારતીય લોકોના મનના ઇતિહાસમાં ૧૯૮૪ની ઐતિહાસિક ઉડાનનાં રાકેશ શર્મા પછી, બીજા ભારતીય નાગરિક તરીકે શુભાંશુ શુક્લા સદીઓ સુધી રાજ કરવાના છે. શુભાંશુની જીવન ગાથા, ઉત્તર પ્રદેશના હૃદય,લખનૌથી શરૂ થાય છે, જ્યાં તેઓ 'સિટી મોન્ટેસરી સ્કૂલ'માં ભણ્યા હતા. ટેકનોલોજીમાં રુચિ ધરાવતા એક હોંશિયાર વિદ્યાર્થી, તરીકે તેઓ ઉડ્ડયન અને ફ્લાઇટની મિકેનિક્સથી મોહિત થઈ ગયા હતા. અહીંથી તેમની શૈક્ષણિક યાત્રા તેમને પુણેની 'નેશનલ ડિફેન્સ એકેડેમી'માં લઈ ગઈ. જ્યાં તેમણે ૨૦૦૫માં કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ બેંગલોરની પ્રતિષ્ઠિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ'માં,તેણે માસ્ટર ઓફ ટેકનોલોજી મેળવી હતી. અહીં તેમની ટેકનિકલ નિપુણતા વધુ નીકળીને બહાર આવી. પરંતુ આ સમગ્ર યાત્રામાં ૧૯૯૯નું કારગિલ યુદ્ધ જ તેમની દ્રઢતાનું વિશેષ કારણ બન્યું હતું. 'મેં ગણવેશમાં લશ્કરી હીરોને રાષ્ટ્રનું રક્ષણ કરતા જોયા હતા,' શુક્લાએ ૨૦૨૫ના એક ઇન્ટરવ્યૂમાં યાદ કર્યું. 'હું તેમાંથી એક બનવા માંગતો હતો,પરંતુ હું તેનાથી આગળ પણ જોવા માંગતો હતો.'

'એક્સિયમ-૪' મિશન

'એક્સિયમ-૪' મિશન, જે ૮ જૂન,૨૦૨૫ના રોજ સવારે ૯:૧૧ વાગ્યે લોન્ચ થશે. હવે 'એક્સિયમ સ્પેસ' જેવી ખાનગી કંપનીઓ નિયમો બદલી રહી છે. 'એપોલો'કે 'શટલ' યુગના સરકારી મિશનથી વિપરીત,'એક્સિયમ-૪' એક વ્યાપારી પ્રયાસ છે. જે 'સ્પેસએક્સ ફાલ્કન ૯' રોકેટ દ્વારા 'કેનેડી સ્પેસ સેન્ટર'ના લોન્ચ કોમ્પ્લેક્સ ૩૯છથી લોન્ચ થશે. સાથે સાથે પ્રયોગો અને ખાનગી અવકાશ ઉડાનની સંભાવનાઓની સફળતા દર્શાવશે. આ મિશનનું નેતૃત્વ 'નાસા'ના ભૂતપૂર્વ અવકાશયાત્રી અને 'એક્સિયમ સ્પેસ'ના 'ડિરેક્ટર ઓફ હ્યુમન સ્પેસફ્લાઇટ' પેગી વ્હિટસન કરે છે. ૬૬૫ દિવસના અવકાશમાં રેકોર્ડ-બ્રેકિંગ સમય સાથે, વ્હિટસન એક દંતકથા બની ચૂક્યા છે. જેની નિપુણતા ક્રૂને નીચલી પૃથ્વી ભ્રમણકક્ષા (ન્ઈર્ં)ની જટિલતાઓમાં માર્ગદર્શન આપે છે. તેમની સાથે,ટીમમાં પોલેન્ડના 'યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ)'ના પ્રોજેક્ટ અવકાશયાત્રી સ્લાવોસ્ઝ ઉઝનાન્સ્કી-વિસ્નીએવસ્કી અને હંગેરીના ટિબોર કાપુનો સમાવેશ થાય છે. જે ૧૯૭૮ પછી બીજા પોલિશ અને ૧૯૮૦ પછી બીજા હંગેરિયન અવકાશયાત્રી છે. આ બહુરાષ્ટ્રીય ક્રૂ મિશનના મુખ્ય ઉદ્દેશને પ્રતિબિંબિત કરે છે: સહયોગ. 'અવકાશ એક એવી જગ્યા છે જ્યાં સરહદો અસ્પષ્ટ થાય છે,પરંતુ અમે સામાન્ય ધ્યેય માટે એકસાથે કામ કરીએ છીએ.' ભારત માટે,આ મિશન 'ગગનયાન'કાર્યક્રમ અને ૨૦૩૦ના દાયકા સુધીમાં 'ભારતીય અંતરિક્ષ સ્ટેશન'ના સ્વપ્ન તરફનું એક પગલું છે. જે ૨૦૨૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત દરમિયાન 'ઇસરો' અને 'એક્સિયમ સ્પેસ' વચ્ચેના થયેલા કરાર પર આધારિત છે. 'આઈએસએસ' પર તેમના ૧૪ દિવસના રોકાણ દરમિયાન, તે વિદ્યાર્થીઓ અને સંશોધકો સાથે અવકાશની અજાયબીઓ અને પોતાના અનુભવને વૈશ્વિક પ્રેક્ષકો સાથે શેર કરશે. ભારતીય પરંપરાનું મૂળ અંગ એટલે કે ધ્યાન. યોગ અને આસન છે. તેઓ માઇક્રોગ્રેવિટીમાં યોગ કરવાની યોજના ધરાવે છે. આ મિશન ભારતના અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના સપનાંને સાચા પાડવાની દિશામાં સોનેરી અવસર છે.

મેથી,મગ અને મિશન પાયલટ શુભાંશુ શુક્લા 

૧૯૮૦ના દાયકાના અંતમાં,ભારતના લખનૌ શહેરની ધમાચકડી વચ્ચે,શુભાંશુ શુક્લા નામનો એક નાનો બાળક રાત્રિના આકાશ તરફ નજર નાખતો ત્યારે, તેની આંખોમાં હજારો તારાઓ ચમકી ઉઠતા હતા. ત્યારે તેને ખબર ન હતી કે એક દિવસ અંતરીક્ષ તેને બોલાવશે. એક મનુષ્યને અવકાશમાં મોકલવા માટે શું જરૂરી છે? ૧.૪ અબજની વસ્તી ધરાવતા ભારત માટે,જેનો અવકાશ કાર્યક્રમ બચત અને મહત્વાકાંક્ષા પર આધારિત છે. તેના માટે સ્વદેશી ટેકનોલોજીનો વિકાસ,વિકસિત દેશો સાથે અંતરીક્ષમાં ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય ધોરણે ખ્યાતિ પ્રાપ્ત કરવી,મુખ્ય ધ્યેય રહેલો છે. ૮ જૂન, ૨૦૨૫ના રોજ,ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 'નાસા'ના કેનેડી સ્પેસ સેન્ટર,ફ્લોરિડાથી 'સ્પેસએક્સ ડ્રેગન' અવકાશયાનમાં સવાર થઈને, આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચીને,ભારતીય ધ્વજ લેહરાવી ચૂક્યા હશે અથવા તૈયારી કરી રહ્યા હશે.

એક્સિયમ-૪ મિશન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જનાર તેઓ પ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી બનશે. એક્સિયમ-૪ મિશનએ માનવીય આકાંક્ષા,આંતરરાષ્ટ્રીય એકતા અને એક રાષ્ટ્રની અવકાશી ગાથામાં ગ્રુપ  કેપ્ટન શુભાંશુ શુક્લાનાં ખભે સવાર થયેલ,એક અબજ ભારતીય લોકોનાં સ્વપ્નનો આધાર છે. 

- અવકાશી યોદ્ધા

૧૭ જૂન,૨૦૦૬ના રોજ 'ભારતીય હવાઈ દળ (આઈએએફ)'માં ફ્લાઇંગ ઓફિસર તરીકે નિયુક્ત થયેલા શુક્લાએ ઝડપથી પોતાની ક્ષમતા સાબિત કરી આપી. તેની કારકિર્દી દરમિયાન તેમણે ૨,૦૦૦ કલાકથી વધુ ઉડાન સમય નોંધાવ્યો. જે ઉડાનોમાં 'સુખોઈ એસયુ-૩૦ એમકેઆઈ',' મિગ-૨૧', 'મિગ-૨૯', 'જગુઆર', 'હોક', 'ડોનયર ૨૨૮' અને 'એન-૩૨' જેવા વિવિધ વિમાનોનો સમાવેશ થાય છે. જૂન ૨૦૧૯ સુધીમાં,તેને વિંગ કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી હતી. માર્ચ ૨૦૨૪માં ગ્રુપ કેપ્ટન તરીકે નેતૃત્વ કરવાનો અમૂલ્ય મોકો મળ્યો. ૨૦૧૯માં,'ઇસરો'ના 'હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર'એ શુક્લાને 'ગગનયાન' કાર્યક્રમ માટે,ચાર અવકાશયાત્રીની પસંદગી કરવામાં આવી તેમાં એક વ્યક્તિ શુભાંશુ શુક્લા પણ છે. ૨૦૨૬ના અંત કે ૨૦૨૭ની શરૂઆતમાં પ્રથમ સ્વદેશી માનવ અવકાશ ઉડાન મિશનમાં તેઓ પોતાનું યોગદાન આપવાના છે. અંતરિક્ષ યાત્રી તરીકેની તેમની તાલીમ મોસ્કોના 'યુરી ગગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર' માં ૨૦૨૦થી ૨૦૨૧ સુધી શરૂ થઈ હતી. ભારત પાછા ફર્યા બાદ, બેંગલોરની 'એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી'માં, તેણે ઓપરેશનલ પ્રોટોકોલ અને માઇક્રોગ્રેવિટી અનુકૂલન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અહીંથી ૨૦૨૪ સુધીમાં, તેમણે 'સ્પેસએક્સ'ના કેલિફોર્નિયા હેડક્વાર્ટર અને હ્યુસ્ટનના 'નાસા' ના 'જોન્સન સ્પેસ સેન્ટર' માં આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે તાલીમ લઈ લીધી છે. 'સ્પેસએક્સ ડ્રેગન' ની સ્વાયત્ત સિસ્ટમ્સ પર આધાર રાખીને મેન્યુઅલ ઓવરરાઇડ માટે તૈયાર હશે. શુભાંશુ શુક્લાની અંતરીક્ષ યાત્રા,ભારતના પ્રથમ અવકાશ પાયોનિયર, રાકેશ શર્માની સમાંતર દિશામાં દોડે છે. ૧૯૮૪માં, 'આઈએએફ'ના વિંગ કમાન્ડર શર્માએ રશિયાના 'સોયુઝ ટી-૧૧'માં અવકાશમાં લગભગ આઠ દિવસ વિતાવ્યા હતા. તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથેની વાતચીતમાં, જ્યારે શર્માને પૂછવામાં આવ્યું કે અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? ત્યારે રાકેશ શર્માએ જવાબ આપ્યો,'સારે જહાં સે અચ્છા' જે ત્યાર બાદ રાષ્ટ્રીય ગૌરવનો નાદ બની ગયો હતો.  

- મેથી-મગથી માઇક્રોગ્રેવિટી

આઇએસએસ ઉપર માઇક્રોગ્રેવિટીનું અનન્ય વાતાવરણ વસેલું છે. જ્યાં ગુરુત્વાકર્ષણનું ખેંચાણ એટલું નબળું હોય છેકે 'વસ્તુઓ વજનવિહીન લાગે છે.' આવી માઇક્રો ગ્રેવીટીની પ્રયોગશાળામાં ભારતીય અંતરિક્ષયાત્રી,ખોરાક,આરોગ્ય અને ટેકનોલોજી સંબંધી વિવિધ પ્રયોગો કરશે,જે આપણી પરંપરાગત વિચારસરણીને બદલી શકે છે. સૌથી રસપ્રદ પ્રયોગોમાંનો એક પ્રયોગ, માઇક્રોગ્રેવિટીમાં 'મેથી' અને 'મગ' ઉગાડવાનો છે. ભારતીય રસોડામાં મુખ્ય ઘટકો,જે પોષક તત્ત્વો અને ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે, આ લાંબા સમયના અવકાશ મિશન માટે ટકાઉ ખોરાકના સ્ત્રોત બની શકે છે. બીજો પ્રયોગ,અંતરીક્ષ યાત્રામાં લાંબા રોકાણ દરમિયાન,સ્નાયુઓમાં જથ્થામાં થતા ઘટાડા સામે કેવી રણનીતિ અપનાવી? તેને લગતો છે. માઇક્રોગ્રેવિટીમાં,સ્નાયુઓ ખૂબ ઝડપથી નબળા પડે છે.  

શુક્લાજીની ટીમ અવકાશમાં સ્નાયુ પેશીઓની પ્રતિક્રિયાનો અભ્યાસ કરશે. કસરતો અને પોષક ખોરાક ઉપર સંશોધન કરશે. જે એટ્રોફીને રોકે છે. આ પરિણામો માત્ર અવકાશયાત્રીઓને જ નહીં,પરંતુ પૃથ્વી પર સ્નાયુ-ક્ષીણ રોગોવાળા દર્દીઓને પણ લાભ આપી શકે છે. કલ્પના કરો કે તમે અંતરીક્ષ યાનમાં ઊંધા લટકતા હો,પૃથ્વી તમારી બારી બહાર ઝળકે છે,તમે એક પઝલ ઉકેલવાનો પ્રયાસ કરો છો. શુક્લા માઇક્રોગ્રેવિટીની યાદશક્તિ,ધ્યાન અને નિર્ણય લેવા પરની અસરનું મૂલ્યાંકન કરશે,જે મિશનની સલામતી માટે નિર્ણાયક છે. આ શોધો લાંબા મિશન,જેમ કે મંગળની યાત્રા, દરમિયાન અવકાશયાત્રીઓને તીક્ષ્ણ રાખવાની રણનીતિ તૈયાર કરવા માટે અમૂલ્ય જ્ઞાાન પૂરું પાડશે. અહીં બાયોટેકનોલોજીને લગતા અન્ય પ્રયોગો શ્રેણી પૂરી કરવામાં આવશે, જેમાંમાઇક્રાગ્રેવિટીમાં માઇક્રોબાયલ વૃદ્ધિ અને પ્રોટીન ક્રિસ્ટલાઇઝેશનનું સંશોધન થશે. આ અભ્યાસ ફાર્માસ્યુટિકલ્સની દુનિયામાંમાં ક્રાંતિ લાવી શકે છે. અંતરિક્ષમાં માઇક્રો ગ્રેવિટીની અસર નીચે રસીઓ કે દવાઓને વધુ અસરકારક બનાવી શકાય છે. 'એક્સિયમ-૪' મિશન ભારતની અવકાશ યાત્રામાં એક માઇલસ્ટોન છે.

- કે.આર.ચૌધરી

Related News

Icon