
દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ભાજપના મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પોલીસે અન્ય એક ગુન્હામા ધરપકડ કરી છે. મંત્રી બચુભાઈ ખાબડના બન્ને પુત્ર બળવત ખાબડ અને કિરણ ખાબડના અગાઉ ધડપકડ બાદ ચીફ કોર્ટે જામીન આપ્યા હતા.જામીન પર છુટ્યા બાદ લવારીયા ગામે થયેલ મનરેગા કૌભાંડમા નાના પુત્ર કિરણ ખાબડની પોલીસે ગઇ કાલે ધડપકડ કરી હતી. DRD દ્વારા ભાણપૂર ખાતે મનરેગામા 33 લાખના કૌભાંડમા ગુન્હો દાખલ કરાતા બળવંત ખાબડની પોલીસે ધડપકડ કરી છે.હાલ મંત્રીના બન્ને પુત્રો પોલીસ કસ્ટડીમાં છે.
ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છતાં સરકાર મૌન
સ્વર્ણિમ સંકુલ-2 માં મંત્રીની ચેમ્બર ખાલીખમ પડી છે. મુલાકાતીઓ પણ ડોકાતા નથી. માત્ર પટાવાળા સિવાય સ્ટાફ પણ દેખાતો નથી. અત્યારે તો બચુ ખાબડ જાણે ખાતા વિનાના પ્રધાન બન્યાં છે. મનરેગા કૌભાંડને પગલે ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો છે તેમ છતાંય સરકાર હાલ મૌન ધારણ કરીને બેઠી છે.
ખાબડને સચિવાલયમાં નહી આવવા જણાવી દેવાયુ
હું ભાગેડુ નથી તેવી ડીંગો હાંકતાં બચુ ખાબડ કેબિનેટની બેઠકમાંય હાજર રહ્યાં ન હતાં. સચિવાલયમાં ચર્ચા છે કે, ખાબડને સચિવાલયમાં નહી આવવા જણાવી દેવાયુ છે. છેલ્લા બે અઠવાડિયાથી તેઓ સચિવાલયમાં આવતાં જ નથી.