
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના વિજળીયા ગામમાં ત્રણ વર્ષની બાળકી પર પાણી ભરેલો ઘડો માથે પડતાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઈજા બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.
ઘડો છાતીના ભાગે લાગતાં બાળકીની હાલત નાજુક બની
ઈજાઓ પહોંચતા બાળકીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઘડો છાતીના ભાગે લાગતાં બાળકીની હાલત નાજુક બની હતી. છાતીના ભાગે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું. બાળકીનું આકસ્મિક મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.