Home / World : People in Balochistan removed Pakistani flag and hoisted the baloch flag

ભારત સામે યુદ્ધની સ્થિતિ વચ્ચે બલૂચિસ્તાનમાં ઈમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો હટાવી ફરકાવ્યો બલોચ ધ્વજ

ભારત સામે યુદ્ધની સ્થિતિ વચ્ચે બલૂચિસ્તાનમાં ઈમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો હટાવી ફરકાવ્યો બલોચ ધ્વજ

પાકિસ્તાની સૈન્યને હાલ દરેક મોરચે માર પડી રહ્યો છે. પૂર્વીય સરહદે ભારત સામે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બલૂચિસ્તાનમાં બલોચ બળવાખોરો પાકિસ્તાની સૈન્ય સામે તેનું આક્રમણ વધાર્યું છે. ભારત સાથે સરહદ પર યુદ્ધ વચ્ચે પાકિસ્તાની સૈન્ય ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. આવા સમયે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારત સાથે યુદ્ધ વચ્ચે ગુરુવારે બલોચ પત્રકાર મિર યાર બલોચે એક્સ પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો હતો કે, બલૂચિસ્તાનમાં લોકોએ ઈમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો ઉતારી લેવાનું અને બલૂચિસ્તાનનો સ્વતંત્ર ઝંડો લગાવવાનું શરૂ કરી દીધું છે. દુનિયા માટે પાકિસ્તાનમાંથી તેમના રાજદ્વારી મિશન્સ પાછા ખેંચવાનો અને નવા ઊભરી રહેલા બલૂચિસ્તાનમાં તેમને ખસેડવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનને વિદાય, બલૂચિસ્તાનમાં આવકાર.

દરમિયાન બલૂચિસ્તાન લિબરેશન આર્મીના બળવાખોરોએ બોલન ઘાટીમાં પાકિસ્તાની સૈનિકોના એક વાહનને રિમોટ બોમ્બથી ઉડાવી દીધું હતું. આ વિસ્ફોટમાં વાહનના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર બધા જ 12 સૈનિકોના મોત નીપજ્યા હતા. આ સિવાય બલોચ બળવાખોરોએ પાકિસ્તાનના બોમ્બ વિરોધી ટૂકડીને ટાર્ગેટ કરતા એક આઈઈડી વિસ્ફોટ પણ ક્રયો હતો, જેમાં બે સૈનિક માર્યા ગયા હતા. આ રીતે BLAએ એક જ દિવસમાં પાકિસ્તાની સૈન્યના 14 સૈનિકોના મોત નીપજાવ્યા હતા. BLAના પ્રવક્તા જિયાંદ બલોચે કહ્યું કે, "તમે જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાનનું સૈન્ય ફક્ત ચીનના બનાવેલા પ્રોજેક્ટ્સની સુરક્ષામાં લાગેલું રહે છે. આ પાકિસ્તાનની સેના નથી માત્ર એક બિઝનેસ ગ્રૂપ છે. અમે પાકિસ્તાનની સેના વિરુદ્ધ અમારું યુદ્ધ ચાલુ રાખીશું."

Related News

Icon