Home / World : Baloch leader declares independence from Pakistan, seeks support from global community

બલૂચના નેતાએ પાકિસ્તાનથી આઝાદીનું કર્યું એલાન, ભારત સહિત વૈશ્વિક સમુદાય પાસે માંગ્યું સમર્થન

બલૂચના નેતાએ પાકિસ્તાનથી આઝાદીનું કર્યું એલાન, ભારત સહિત વૈશ્વિક સમુદાય પાસે માંગ્યું સમર્થન

બલૂચિસ્તાને પાકિસ્તાનથી આઝાદ થવાનું એલાન કર્યું છે. બલૂચ નેતા મીર યાર બલોચે બુધવારે રાજ્યમાં દાયકાથી થઈ રહેલી હિંસા, જબરદસ્તી ગાયબ કરવા અને માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને પાકિસ્તાનથી સ્વતંત્રતાનું એલાન કર્યું. બલૂચિસ્તાન પાકિસ્તાન નથી. તેમણે ભારત અને વૈશ્વિક સમુદાયથી આઝાદી માટે સમર્થન આપવાની માગ કરી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક્સ પર લખ્યું કે, 'બલૂચિસ્તાનના લોકોએ પોતાનો નિર્ણય આપી દીધો છે. હવે દુનિયાને ચૂપ ન રહેવું જોઈએ. બલૂચિસ્તાનના લોકો રોડ પર છે. તમે મરશો, અમે તૂટીશું, અમે નાક બચાવીશું, આવો અમારો સાથ આપો. બલોચ લોકોનો રાષ્ટ્રીય નિર્ણય છે કે બલૂચિસ્તાન પાકિસ્તાન નથી અને દુનિયા હવે મૂકદર્શક ન રહી શકે. ભારતીય નાગરિકોને અપીલ કરી કે તેઓ બલૂચોને પાકિસ્તાનના પોતાના લોકો ન કહે. અમે પાકિસ્તાની નથી. અમે બલૂચિસ્તાની છીએ. પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે. જેમણે ક્યારે હવાઈ બોમ્બમારો, જબરદસ્તી ગાયબ કરવા અને નરસંહારનો સામનો નથી કર્યો.'

બલૂચ નેતા મીર યાર બલોચે પાકિસ્તાનને PoK ખાલી કરવા કહેવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું. તેમણે ટ્વિટર પર લખ્યું કે, બલુચિસ્તાન 14 મે, 2025 ના રોજ પાકિસ્તાનને PoK ખાલી કરવા કહેવાના ભારતના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને તાત્કાલિક PoK ખાલી કરવા વિનંતી કરવી જોઈએ, જેથી ઢાકામાં રહેલા તેના 93,000 લશ્કરી કર્મચારીઓને શરણાગતિના બીજા અપમાનથી બચાવી શકાય. ભારત પાકિસ્તાની સેનાને હરાવવા સક્ષમ છે અને જો પાકિસ્તાન કોઈ ધ્યાન નહીં આપે તો ફક્ત પાકિસ્તાની લોભી સેનાના સેનાપતિઓને જ રક્તપાત માટે જવાબદાર ઠેરવવા જોઈએ. કારણ કે પાકિસ્તાન PoKના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

 

Related News

Icon