બાંગ્લાદેશે જૂન મહિનામાં અદાણી પાવરને 437 કરોડ અમેરિકન ડોલર (રૂ.3,700 કરોડથી વધુ)ની રેકોર્ડ ચુકવણી કરી, જેનાથી કંપનીની તમામ બાકી જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ. આ અત્યાર સુધીની સૌથી મોટી એક વખતની ચુકવણી છે, જેમાં વહન ખર્ચ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) સંબંધિત તમામ મુદ્દાઓનું નિરાકરણ શામેલ છે. આ પગલું અદાણી પાવરને ભારતમાં એક વિશ્વસનીય અને સ્પર્ધાત્મક ઊર્જા સપ્લાયર તરીકે ઓળખ આપે છે.

