બાંગ્લાદેશ(Bangladesh)ની વચગાળાની સરકારના એક અન્ય સલાહકાર સુપ્રદીપ ચકમાએ કહ્યું હતું કે બેંગકોકમાં તાજેતરમાં યોજાયેલી બિમસ્ટેક શિખર પરિષદ સમયે નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે સફળ મંત્રણા યોજાઈ હતી.આ સાથે ચકમાએ કહ્યું હતું કે આ મંત્રણા ખરેખર સારૂં પરિણામ લાવશે. તેઓે બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય-સંગ્રામને પણ યાદ કરતાં કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીના સમયથી બંને દેશો વચ્ચે મધુર સંબંધો રહ્યા છે.

