
એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજકોટમાં પશ્ચિમ બંગાળી શખ્સનું પાકિસ્તાન કનેક્શનનો મામલો સામે આવ્યો છે. આ મામલે રાજકોટની બી ડિવિઝન પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે. ઝડપાયેલ શખ્સો પાકિસ્તાન સાથે સોશિયલ મડિયાના માધ્યમથી ચેટ કરતા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે ભગવતીપરા વિસ્તારમાંથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બે મોબાઈલ ફોન કબ્જે કરી સાયબર ક્રાઈમને મોકલાયા છે. ટેકનિકલ એનાલિસિસ માટે સાયબર ક્રાઇમને મોકલાયા છે. હજુ સુધી કંઇ પણ ચેટ કે શંકાસ્પદ માહિતી મળી નથી. એમ. એ. કાસ્ટીંગ ખાતે કામકાજ કરનાર વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરવામાં આવશે.