
પહેલગામના હુમલાબાદ હરકતમાં આવેલી કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, દરેક રાજ્યોમાં રહેતા ગેરકાયદેસર વિદેશીઓને તપાસ કરવાના આદેશ બાદ તપાસના ભાગરૂપે ગુજરાતમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો જેવા કે બાંગ્લાદેશી, પાકિસ્તાન અન્ય દેશના ઝડપાયા છે. ત્યારે પાટણ જિલ્લામાંથી પણ 32 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશઓ ઝડપાયા હોવાનું બહાર આવ્યું હતું.
પાટણ જિલ્લા પોલીસે કરેલી તપાસના અંતે આખરે બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. જેમની પાસેથી ભારતીય નકલી દસ્તાવેજો મળ્યા હતા. આ બંને મહિલાઓને ઝડપી લીધા બાદ હવે વિવિધ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. તેમજ આ બે મહિલા વિરુદ્ધ ફોરેન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે પાટણ જિલ્લા પોલીસવડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર તપાસ કરતા 32 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાના પુરાવા મળ્યા છે. તેમાંથી ત્રીસ જેટલાં લોકો પાસે જે પુરાવા હતા તે જોતા હાલ પૂરતી ક્લીન ચિટ મળી છે. જ્યારે બે મહિલાઓ બાંગ્લાદેશી હોવાના સજ્જડ પુરાવા મળ્યા હતા. આ મહિલા જે કાયદા રીતે અનૈતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે.