Home / Business : Banks will remain closed on these days in June 2025

Bank Holiday / જૂન મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જલ્દી પતાવી લો બાકી કામ

Bank Holiday / જૂન મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જલ્દી પતાવી લો બાકી કામ

જો તમે જૂન, 2025માં બેંકના બાકી કામકાજ પૂરા કરવાની યોજના ધરાવતા હોવ તો બેંકની મુલાકાત લેતા પહેલાં RBIનું હોલિડે (Bank Holiday) લિસ્ટ અવશ્ય ચેક કરજો. RBIના હોલિડે લિસ્ટ અનુસાર, જૂનમાં દેશભરમાં જુદા-જુદા રાજ્યોમાં તહેવારોના કારણે કુલ 12 દિવસ બેંક બંધ રહેશે. જેમાં બીજો અને ચોથો શનિવાર તેમજ પાંચ રવિવારની રજા સામેલ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાં આઠ દિવસ બેંક બંધ રહેવાની છે. જેમાં બે શનિવાર અને પાંચ રવિવારની રજા ઉપરાંત બકરી ઈદની રજા સામેલ છે. RBIની સત્તાવાર વેબસાઈટ પરથી બેંકનું હોલિડે (Bank Holiday) લિસ્ટ જોઈ શકાય છે. કેરળમાં બકરી ઈદના કારણે 6 અને 7 જૂને રજા રહેશે. ત્યારબાદ આઠ જૂને રવિવાર હોવાથી બેંક બંધ રહેશે. 

જૂન 2025 બેંક રજાઓની યાદી

  • 1 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા (દેશભરમાં બેંક બંધ)
  • 6 જૂન (શુક્રવાર) – ઈદ-ઉલ-અઝહા (ફક્ત કેરળમાં બેંક બંધ)
  • 7 જૂન (શનિવાર) – બકરી ઈદ (દેશભરમાં બેંક બંધ)
  • 8 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા
  • 11 જૂન (બુધવાર) – સંત કબીર જયંતિ / સાગા દાવા (હિમાચલ અને સિક્કિમમાં બેંક બંધ)
  • 14 જૂન (શનિવાર) – બીજો શનિવાર (દેશભરમાં બેંક બંધ)
  • 15 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા
  • 22 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા
  • 27 જૂન (શુક્રવાર) – રથયાત્રા / કાંગ (ઓડિશા અને મણિપુરમાં બેંક બંધ)
  • 28 જૂન (શનિવાર) – ચોથો શનિવાર (દેશભરમાં બેંક બંધ)
  • 29 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા
  • 30 જૂન (સોમવાર) – રેમના ની (મિઝોરમમાં બેંક બંધ)

ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

બેંક બંધ હોવા છતાં, નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI અને ATM દ્વારા નાણાકીય વ્યવહારો ચાલુ રહે છે. જોકે, આ રજાઓ દરમિયાન ચેક ક્લિયરિંગ અને અન્ય મેન્યુઅલ સેવાઓ ઉપલબ્ધ નહીં રહે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્ત્વપૂર્ણ કામ હોય, તો રજાઓની યાદી તપાસો. જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

Related News

Icon