Home / Gujarat / Vadodara : Clash between protesting women and police

VIDEO: વડોદરાના સમામાં પાણીની મોકાણ, મોરચો કાઢતી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ

વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કાળો કકળાટ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં પાણી ઓછું મળતું હોવાથી કોર્પોરેશન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહિલા પોલીસ અને સ્થાનિકો વચ્ચે થઈ હતી ખેંચતાણ

ત્યારે સમા વિસ્તારમાં આજે પાણીના મુદ્દે ભારે તંગદિલી સર્જાઈ છે. કોર્પોરેશનના વોર્ડ નંબર 2 માં છેલ્લા કેટલાક સમયથી પાણીના મુદ્દે લોકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે (મંગળવારે) સમા વિસ્તારમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મોરચો કાઢ્યો હતો. મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી.

જો કે તેમના દેખાવોને પોલીસની પરવાનગી મળી ન હોવાથી પોલીસે મહિલાઓને મોરચો કાઢવા દીધો ન હતો. જે દરમિયાન પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ તેમજ ઝપાઝપી થઈ હતી. સમા મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલા મહિલાઓ પર પોલીસે દમન ગુજાર્યું હતું. પોલીસે વૃદ્ધઓની પણ ટીંગાટોળી કરી હતી.

Related News

Icon