Home / India : horns, drum and flute tunes will be heard on the roads: Nitin Gadkari

હવે ગાડીઓના હોર્ન માટે બનશે નવો કાયદો, રોડ પર સંભળાશે ઢોલ અને વાંસળીની ધૂન : નીતિન ગડકરી

હવે ગાડીઓના હોર્ન માટે બનશે નવો કાયદો, રોડ પર સંભળાશે ઢોલ અને વાંસળીની ધૂન : નીતિન ગડકરી
દેશમાં ટૂંક સમયમાં રસ્તાઓ પર તમને કારના હોર્નમાંથી(Car horns) ઢોલની થાપ, વાંસળીની ધૂન અને સિતારના સૂર(The beat of drums, the sound of flutes and the tune of sitar) સંભળાઈ શકે છે. થોડા વર્ષો પહેલા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તેઓ એક એવી યોજના પર કામ કરી રહ્યા છે જેમાં કારના હોર્નમાં ભારતીય સંગીતનાં વાદ્યોની ધૂન સંભળાશે. હવે તેમની આ યોજના સાકાર થવા જઈ રહી છે. આ માટે દેશમાં એક નવો કાયદો બનાવવામાં આવી રહ્યો છે.
 
ભારતીય વાદ્યોની ધૂનોનો ઉપયોગ
સડક પરિવહન મંત્રીએ તાજેતરમાં આ અંગેની પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ આ સંબંધમાં ટૂંક સમયમાં એક કાયદો લાવવાના છે. અહેવાલ મુજબ, નીતિન ગડકરીનું મંત્રાલય એક એવો કાયદો લાવવાનું વિચારી રહ્યું છે, જેના કારણે તમામ પ્રકારના વાહનોના હોર્ન માટે ભારતીય વાદ્યોની ધૂનોનો ઉપયોગ કરી શકાશે. આનાથી રસ્તાઓ પર લોકોને હોર્નની કર્કશ અવાજોથી રાહત મળશે. 
 
તેમનું કહેવું છે કે કાયદો બન્યા બાદ વાહનોના હોર્નમાં તબલા, વાંસળી, વાયોલિન, ઢોલક અને હાર્મોનિયમ જેવા ભારતીય વાદ્ય યંત્રોની ધૂનોને સામેલ કરી શકાશે. આ નિર્ણય ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. 
 
જોકે, મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને નીતિન ગડકરીના આ નિર્ણય પર મજાક પણ ઉડાવી છે.
 
 
વાહનો દ્વારા થતા પ્રદૂષણને ઘટાડવાનું લક્ષ્ય
નીતિન ગડકરીએ દેશમાં હવાની ગુણવત્તા સુધારવા માટે વાહનો દ્વારા થતા પ્રદૂષણને ઘટાડવાનું એક મહત્ત્વપૂર્ણ લક્ષ્ય ગણાવ્યું. તેમણે જણાવ્યું કે દેશના કુલ વાયુ પ્રદૂષણમાં 40 ટકા હિસ્સો વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણનો છે.
તેમણે કહ્યું કે આથી મોદી સરકાર સતત એવા વાહનોને પ્રોત્સાહન આપી રહી છે, જે ગ્રીન અથવા બાયોફ્યુઅલથી ચાલે છે. સાથે જ મિથેનોલ અને ઇથેનોલના ઉપયોગને પણ વધારવામાં આવી રહ્યો છે. સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે સબસિડી આપવાનું કામ કર્યું છે.
 
નીતિન ગડકરીએ જણાવ્યું કે હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઇલ માર્કેટ બની ગયું છે. માત્ર અમેરિકા અને ચીન જ તેનાથી આગળ છે. આ સેક્ટર દેશના નિકાસમાં પણ મોટો હિસ્સો ધરાવે છે.
Related News

Icon