આણંદ જિલ્લાના પેટલાદમાં પાલિકાના પૂર્વ કાઉન્સિલર નયનાબેન પટેલના પતિ રવિકાન્ત પટેલ પર હુમલો થયો છે. રાતના સમયે 8થી 10 શખ્સોએ તેમના ઘરે પહોંચીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રવિકાન્ત પટેલને ઘરની બહાર ખેંચીને માર માર્યો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે.

