Home / India : Father of son who lost his life in Bengaluru stampede grieves

VIDEO: 'તેના માટે ખરીદેલી જમીનમાં જ તેને...'; Bengaluru Stampedeમાં દીકરાને ગુમાવનાર પિતાનો આક્રંદ

Bengaluru Stampede: ચોથી જૂને બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની ઉજવણી દરમિયાન થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. જેમાં 11 વર્ષીય ભૂમિક લક્ષ્મણનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ દરમિયાન ભૂમિકના પિતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે પુત્રની કબરને ગળે લગાવીને ચોધાર આંસુએ રડતા જોવા મળે છે. પિતાએ કહ્યું કે, 'મારા પુત્ર સાથે જે થયું તે કોઈની સાથે ન થવું જોઈએ. મારે અહીંયા જ રહેવું છે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભૂમિક તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો
અહેવાલો અનુસાર, બીટી લક્ષ્મણ પુત્ર ભૂમિક લક્ષ્મણની કબરને ગળે લગાવીને રડતા રડતા કહે છે કે, 'મેં તેના માટે ખરીદેલી જમીનમાં જ તેને દફનાવી દીધો. હવે હું ક્યાંય જવા માંગતો નથી. હું પણ અહીં રહેવા માંગુ છું. કોઈ પણ પિતાને એવું સહન ન કરવું જોઈએ જે હું સહન કરી રહ્યો છું.' એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થી ભૂમિક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો.

ભૂમિકના પિતા બીટી લક્ષ્મણે બે દિવસ પહેલા અકસ્માત માટે વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'આજે મારા દીકરાનું મૃત્યુ તમારી બેદરકારીને કારણે થયું છે.' જ્યારે તે પુત્રનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલમાં ગયા ત્યારે તેમણે કહ્યું કે 'મારો પુત્ર કોઈને જાણ કર્યા વિના અહીં આવ્યો હતો અને હવે તેનો મૃતદેહ રસ્તા પર પડ્યો છે. આજે જ મારા પુત્રનું પોસ્ટમોર્ટમ પૂર્ણ કરો અને તેનો મૃતદેહ મને સોંપી દો.'

પિતાના આક્રંદએ દેશનું હૃદય હચમચાવી નાખ્યું
ઘટનાના બે દિવસ પછી, ભુમિકના પિતા બીટી લક્ષ્મણનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વીડિયોમાં, તેઓ તેમના પુત્રની કબરને ગળે લગાવીને રડતા રડતા જોવા મળે છે. ભુમિકના પિતા કહી રહ્યા છે, 'મેં તેને તેના માટે ખરીદેલી જમીન પર દફનાવ્યો. હવે હું ક્યાંય જવા માંગતો નથી. હું પણ અહીં રહેવા માંગુ છું.' બીટી લક્ષ્મણે આ અકસ્માત માટે વહીવટને જવાબદાર ઠેરવ્યો હતો.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ માફી માગી હતી
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે માફી માગતા કહ્યું કે, 'આવું ન થવું જોઈતું હતું અને અમને આશા નહતી કે, આટલી મોટી ભીડ થશે. સ્ટેડિયમની ક્ષમતા 35,000 છે, પરંતુ ત્યાં 3 લાખથી વધુ લોકો હતા... (સ્ટેડિયમના) દરવાજા તૂટી ગયા હતા... અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ.'

 

Related News

Icon