
હાલમાં IPLની સિઝન ચાલી રહી છે જેને લઈને ક્રિકેટ પર સટ્ટો રમાડનાર પણ એક્ટિવ થઈ ગયા છે. તેવામાં નડિયાદ શહેરમાં ઓનલાઈન IPL પર સટ્ટો રામદનારને LCBએ ઝડપી પાડ્યો છે. યુવકની ધરપકડ કરી 18,800નો મુદ્દમાલ LCB કબજે કર્યો હતો.
નડિયાદ શહેરમાં સરદાર ભવન પાસે ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ રંગેહાથ ઝડપાયો હતો. ઓનલાઈન IPL પર સટ્ટો રમાડનારને LCBએ ઝડપી પાડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સના મુકાબલા દરમિયાન સાહિલ સલીમભાઈ ચાવલ નામના 25 વર્ષીય યુવકને LCBએ ઝડપી પાડ્યો હતો. 8800 રૂપિયાની રોકડ રકમ સાથે મોબાઈલ મળી કુલ 18,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. IPLની આ સિઝનમાં ખેડા જિલ્લાનો પ્રથમ ઓનલાઈન સટ્ટાનો કેસ ઝડપાયો.