
ભાવનગરમાં બાળક સાથે બાઇક પર દંપતી જઈ રહ્યું હતું, ત્યારે અચાનક મહિલાના હાથમાંથી બાળક છટકીને બાઈકના શોક્સમાં ફસાયું હતું. બાળકને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.
ભાવનગરમા માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના આવી સામે આવી છે. ગતરોજ રથયાત્રા હોવાથી દંપતી પોતાના બાળક સાથે રથયાત્રા નિહાળી બાઇક પર પરત ઘરે ફરી રહ્યું હતું, ત્યારે અચાનક મહિલાના ખોળામાંથી બાળક છટકીને બાઈકના શોક્સમાં ફસાયું હતું. બાળક ફસાતાં દંપતીએ બાળકને કાઢવાના પ્રયત્નો કર્યા હતા પણ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે નજીકમાં જ સ્થાનિક મિકેનિક હાજર હોય તાત્કાલિક શોક્સ ખોલી બાળકને બચાવી લેવાયું હતું. બાળકને સામાન્ય ઈજાઓ થઈ હોય સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. સદનસીબે બાળકનો આબાદ બચાવ થતાં સૌ કોઈએ રાહત અનુભવી હતી.