
Bhavnagar News: ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે. રાજ્યભરમાં ઠેક ઠેકાણે ભારે વરસાદના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ભાવનગરમાં એક મકાન અચાનક ધરાસાઈ થયું હતું. ઉપરકોટ વિસ્તારમાં બે માળનું જર્જરીત મકાન ધરાશાઈ બે લોકો ફસાયા હતા. જો કે, ફાયર ટીમ દ્વારા બંનેનું રેસ્ક્યુ કરાયું હતું.
ભાવનગર શહેરના ઉપરકોટ વિસ્તારમાં બે માળનું મકાન અચાનક ધરાશાઈ થયું હતું. વહેલી સવારે લોકો સુતા હતા તે દરમિયાન મકાન અચાનક ધરાશાઈ થયું હતું, જે મકાનની અંદર બે લોકો ફસાયા હતા. જે અંગેની જાણ ફાયર વિભાગને થતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને મકાનમાં ફસાયેલા બંને લોકોનો રેસ્ક્યુ કરી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.