ભાવનગરના નારી ગામ પાસે વરસાદી પૂરથી ઘેરાયેલી સુરભી ગૌશાળાની અંદાજિત 400 ગાયોનું રેસ્ક્યુ સફળતાપૂર્વક હાથ ધરાયું. વહેલી સવારે 4:30 કલાકે મળેલી જાણકારી પર પ્રેરણા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટિમ, તબીબી સહાય, અને 60થી વધુ જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા.વિશેષરૂપે, ધારાસભ્ય જીતુભાઈ વાધાણી સ્થળ પર પહોંચ્યા હતા અને હેલ્પલાઇન વાન ચલાવીને ગાયોને સલામત સ્થળે ખસેડવામાં સહભાગી બન્યા. રેસ્ક્યુ દરમિયાન 25 બિમાર, અશક્ત, અંધ અને વિકલાંગ ગાયોને તાત્કાલિક સારવાર અપાઈ હતી. એનિમલ હેલ્પલાઇનના 12 વાહનોની મદદથી તમામ અબોલ જીવોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. આ સમગ્ર કાર્યમાં પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાના માર્ગદર્શન હેઠળ કામગીરીમાં જીલ્લાની જુદી જુદી જીવદયા સંસ્થાઓ પણ સહકારરૂપ બની. અબોલ જીવ બચાવ માટેનો આ પ્રયાસ અનેક માટે પ્રેરણાદાયી સાબિત થયો છે.