ગુજરાતના ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના લુવરા ગામમાં ગ્રામજનોએ ધોરણ 1થી 8ના 120 વિદ્યાર્થીઓની શાળાને આઠ દિવસથી તાળાબંધી કરી છે. આ વિરોધનું કારણ જૂની શાળાની જગ્યાએ આરોગ્ય કેન્દ્ર બનાવવાનો નિર્ણય છે, જેને ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો છે.
નવી શાળા ગામથી 2 કિલોમીટર દૂર
નવી શાળા ગામથી 2 કિલોમીટર દૂર આવેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓને જંગલી જાનવરોનો ભય અને ચોમાસામાં પાણીના વેઢની સમસ્યાનો સામનો કરવો પડે છે. એક તરફ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે લુવરા ગામે આ તાળાબંધીએ શિક્ષણ વ્યવસ્થા અને સ્થાનિક વહીવટની નીતિઓ પર સવાલો ઉભા કર્યા છે.