અરવલ્લીના ભિલોડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. તાલુકામાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે...આ વરસાદની અસરથી તાલુકાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને ઇન્દ્રાશી અને હાથમતી નદીઓમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો. ઇન્દ્રાશી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની શક્યતા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.