Home / Gujarat / Kutch : 3 people died in serious accident in bhuj

Kutch News: ભુજમાં ખાવડા રોડ પર ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત

Kutch News: ભુજમાં ખાવડા રોડ પર ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત

ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં કચ્છમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, કચ્છના ભુજમાં પાલારા નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે  અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ભુજ ખાવડા રોડ પર અકસ્માત સર્જાતા પતિ, પત્ની અને બાળકે જીવ ગુમાવ્યો છે. સુમરા પરિવારના ત્રણના મોતથી પરીવરાજનો સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


Icon