
Kutch News: કચ્છના કોગ્રેસ પક્ષના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો અને વિડીયો શેર થવાની ઘટના સામે આવી છે. ગ્રુપમાં અચાનક અજાણી એપ ડાઉનલોડ કરવાની જાહેરાત સાથે અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવામાં આવી હતી. મહિલા સભ્યો પણ ધરાવતા આ ગ્રુપમાં આ ઘટનાથી સભ્યોમાં રોષ ફેલાયો છે. આ ગ્રુપ જેના નામે બનાવવામાં આવેલ હતા એવા નિતેશભાઈ લાલન કે જેઓ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કચ્છ બેઠક કોંગ્રેસના ઉમેદવાર છે.
એમણે GSTV સાથે વાતચીત કરતા જણાવ્યું કે, કોઈ વિઘ્ન સંતોષીએ અમારા આ ગ્રુપમાં અશ્લીલ ફોટો મુક્યા છે. અમને જાણ થતા તરતજ તે ફોટો હટાવી નાખ્યા છે. અમે આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરી છે તે ઉપરાંત ગ્રુપમાં ફોટો મુકનાર વ્યક્તિને તેઓ ન ઓળખતા હોવાની વાત કરી હતી. આ ગ્રુપ ક્ચ્છ કોંગ્રેસના યોગેશ પોકાર નામ કાર્યકરે બનાવ્યું હોવાનું નિતેશ લાલનએ જણાવ્યુ હતું.