ઈલોન મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલા બિગ બ્યુટીફૂલ બિલનો ફરી વિરોધ કર્યો છે. મસ્કે આ બિલને 'અમેરિકાને નાદાર બનાવનાર' બિલ ગણાવ્યું અને પોતાના 20 કરોડથી વધુ ફોલોઅર્સને અપીલ કરી કે, સાંસદોને ફોન કરીને કહો 'KILL the BILL'. તેમજ મસ્કે સતત આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ બિલને બજેટ ખાધમાં વધારો કરનારું બિલ ગણાવ્યું છે.

