
તેલંગાણાના સંગારેડ્ડી ફાર્મા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલ થયેલા મજૂરોમાં 3ની હાલત અતિ ગંભીર બતાવાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણા દુર્ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકના પરિજનો માટે 2-2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. જણાવી દીએ કે તેલંગાણામાં દવા બનાવનારી ફેક્ટરીના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટથી આ દુર્ઘટના બની હતી. જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે.
https://x.com/ANI/status/1854773575926136893
હૈદરાબાદમાં પાટણ ચેરુ મંડળના સિગાચી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં આ વિસ્ફોટ થયો હતો. રિએક્ટરમાં વિસ્ફોટ થતાં આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટ બાદ આગએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં 12 લોકોના મોત થયા છે.
https://twitter.com/ani_digital/status/1939613874145395030
આગ લાગતાં ઘણાં કર્મચારીઓ ફસાઈ ગયા
કામદારો ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટ સાંભળીને કર્મચારીઓ ડરના માર્યા બહાર દોડી ગયા હતા. વિસ્ફોટ બાદ આગ લાગતાં ઘણાં મજૂરો તેમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં કંપની પહોંચી બચાવ રાહત કામગીરીમાં જોતરાઈ રહ્યા છે.
https://twitter.com/PTI_News/status/1939560302372438412
શરૂઆતના અહેવાલો અનુસાર, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘણા કામદારો હવામાં 100 મીટર દૂર ઉછળીને દૂર પડી ગયા. આ કેમિકલ ફેક્ટરીના મકાનનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે.
https://twitter.com/PTI_News/status/1939571433258324296
ઘટના પછી, આગએ આખી ફેક્ટરીને ઘેરી લીધી હતી, જેને ઓલવવા માટે ઘણી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ટનચેરુની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલને હૈદરાબાદ ટ્રાન્સફર કરાયા છે.