Home / Gujarat / Surat : another BMW car catching fire in a few days

Surat News: ગણતરીના દિવસોમાં બીજી BMW કારમાં લાગેલી આગનો VIDEO

સુરતમાં ભયજનક બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ગણતરીના દિવસોમાં બીજવાર BMW કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં ખરવાસા રોડ પર બની છે, જ્યાં એક મોંઘીદાટ BMW કાર શોર્ટ સર્કિટના કારણે આગની ઝપેટમાં આવી ગઈ હતી.ડીંડોલી તરફથી ખરવાસા રોડ પર જઇ રહી હતી. દરમિયાન કારના ઇલેક્ટ્રિક સિસ્ટમમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો, જેના પગલે કારમાં આગ લાગી ગઈ. આગ ખૂબ ઝડપથી ફેલાઈ હતી અને થોડી જ ક્ષણોમાં કારને ઘેરી લીધી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડ્રાઇવરની સતર્કતા જીવ બચ્યો

આગ લાગતા કારનો ડ્રાઇવર સતર્કતાથી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયો, જેના કારણે કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને વધુ ફેલાતી રોકવા માટે ફાયર ફાઈટર્સે તત્કાળ કામગીરી હાથ ધરી અને આગ પર કાબૂ મેળવી લીધો.

મોંઘીદાટ કારનો થયો

BMW જેવી વિલાસિતાપૂર્ણ કારનું આ રીતે આગમાં બળી જવું એક મોટો આર્થિક નુકસાન છે. eyewitness મુજબ, કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. આ અગાઉ પણ સુરતમાં આવી જ રીતે બીજી BMW કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. સતત આવી ઘટનાઓ લોકોને વાહન સલામતી વિશે સવાલ ઉઠાવવાનું કારણ બની રહી છે. શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓથી વાહન માલિકોને જાગૃત થવાની અને સમયસર તપાસ કરાવવાની જરૂર જણાઇ રહી છે.

TOPICS: surat bmw car fire
Related News

Icon