
બિગ બોસ 16 અને બર્ગર રીલ ફેમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અબ્દુ રોજિક કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા છે કારણ કે તેને શનિવારે સવારે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક અટકાયતમાં લેવામાં આવ્યો હતો. હવે અબ્દુની ટીમે આ બાબતે ખુલીને વાત કરી છે અને અટકાયતના સમાચારની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું હતું કે ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ટીમે ખલીજ ટાઇમ્સને આપેલા નિવેદનમાં 21 વર્ષીય તાજિકિસ્તાની ગાયકની ધરપકડની પુષ્ટિ કરી છે. ટીવી જગતના આ ચોંકાવનારા સમાચારે બધાને ચોંકાવી દીધા છે.
અબ્દુ રોજિકની કેમ અટકાય કરવામાં આવી?
અબ્દુ 12 જુલાઈ, શનિવારના રોજ સાંજે 5 વાગ્યે મોન્ટેનેગ્રો શહેરથી દુબઈ પરત ફરી રહ્યો હતો. તે સમયે ત્યાંની પોલીસે અચાનક તેની પૂછપરછ માટે અટકાય કરી હતી. અબ્દુની મેનેજિંગ કંપનીએ દુબઈના ન્યૂઝ પોર્ટલ 'ખલીજ ટાઈમ્સ'ને આ અંગે માહિતી આપી અને કહ્યું કે તેને ચોરીના કેસમાં પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, 'સૌ પ્રથમ, અબ્દુની ધરપકડ કરવામાં આવી ન હતી. તેની ફક્ત અટકાય કરવામાં આવી હતી. અબ્દુ રોજિકે પોલીસને પોતાનું નિવેદન આપ્યું છે અને હવે તેને મુક્ત કરવામાં આવ્યો છે. આજે તે દુબઈમાં જ આયોજિત એક એવોર્ડ સમારોહમાં પણ હાજરી આપશે.