
NALSA એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની સત્તાવાર વેબસાઇટ અનુસાર, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ખન્ના 13 મે, 2025 ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ગવઈ દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બનશે, તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે.
આગળ કોણ?
જસ્ટિસ ખન્ના પછી આગામી CJI તરીકે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનું નામ ચર્ચામાં છે. તેઓ મે 2025માં આ પદ સંભાળી શકે છે. ખાસ વાત એ છે કે તેઓ દેશના બીજા એવા CJI બની શકે છે જે અનુસૂચિત જાતિ કેટેગરીમાંથી આવે છે. સુપ્રીમ કોર્ટને જસ્ટિસ કેજી બાલકૃષ્ણના રૂપમાં પ્રથમ દલિત સીજેઆઈ મળ્યા હતા. તેઓ 11 મે 2010ના રોજ નિવૃત્ત થયા.
જસ્ટિસ ગવઈ પણ 6 મહિનામાં નિવૃત્ત થશે
ખાસ વાત એ છે કે મે મહિનામાં CJI બન્યા બાદ જસ્ટિસ ગવઈ પણ આગામી 6 મહિનામાં નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 16 માર્ચ, 1985ના રોજ કાયદાકીય કારકિર્દી શરૂ કરનારા જસ્ટિસ ગવઈ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થવાના છે. તેમના પછી જસ્ટિસ સૂર્યકાંત આ પદ સંભાળી શકે તેવી શક્યતાઓ છે.