Home / Gujarat : ACB conducts search operation at Additional Secretary Dinesh Parmar's bungalow

અધિક સચિવ દ્વારા લાંચ માંગવાનો મામલો: દિનેશ પરમારના બંગલા પર ACBનું સર્ચ ઓપરેશન

અધિક સચિવ દ્વારા લાંચ માંગવાનો મામલો: દિનેશ પરમારના બંગલા પર ACBનું સર્ચ ઓપરેશન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કરાર આધારિત અધિક સચિવ તરીકે કામ કરતા દિનેશ પરમારની રૂપિયા ૧૫ લાખની લાંચ કેસમાં ધરપકડ કરીને એસીબીએ તપાસ શરૂ કરી છે. જેમાં અડાલજ ખાતે આવેલા સ્વર્ણિમ વાટીકા બંંગ્લોઝમાં તેમજ સેક્ટર-૨૭માં આવેલા મકાન ખાતે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બેંક એકાઉન્ટ અને લોકરની તપાસ કરવામાં આવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર અને  ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગીરીશ પરમાર વિરૂદ્ધ ૧૫ લાખની  લાંચનો કેસ નોંધાયો હતો. જેમાં દિનેશ પરમારની ધરપકડ કરીને  એસીબીએ રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી હતી. આ અંગે એસીબીએ દિનેશ પરમારના અડાલજમાં આવેલા સ્વણિમ વાટિકા નામના બંગ્લા ખાતે સર્ચ ઓપરેશન કરીને કેટલાંક દસ્તાવેજ પણ જપ્ત કર્યા હતા. સાથે સાથે ગાંધીનગર સેક્ટર ૨૭માં આવેલા ગાયત્રીનગરના મકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી.  તેમજ બેંક એકાઉન્ટની વિગતોના આધારે અપ્રમાણસર મિલકતો અંગે માહિતી એકઠી કરાશે.  એસીબીએ ગુનો નોંધ્યા બાદ દિનેશ પરમારને ફરાર થવા મદદ કરનારની વિગતો પણ એસીબી તપાસી રહી છે અને જેમાં પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે.


Icon