પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 15 લોકોના મોત થયા છે. આ વચ્ચે વધુ એક બ્રિજનો વીડિયો વાયરલ થયો છે જેમાં બાળકો તૂટેલા બ્રિજ પરથી કુદીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે. આ બ્રિજ ગુજરાતનો નહીં પણ ઝારખંડનો છે.ઝારખંડના ખુંટી જિલ્લામાં બાળકો સ્કૂલમાં પહોંચવા માટે તૂટેલા બ્રિજ પર સીડીનો સહારો લઇને જતા જોવા મળી રહ્યાં છે. આ તૂટેલા બ્રિજનો વીડિયો વાયરલ થયો છે.