વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ફરી એક વખત બ્રિજ ચર્ચાની એરણે ચડ્યા છે. ત્યારે મોરબી દુર્ઘટના પછી સરકારની સૂચનાથી મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરના બ્રિજના ઈન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. આ ઈન્સ્પેક્શન રિપોર્ટમાં 5 બ્રિજ જોખમી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો ચોકાવનારો રિપોર્ટ આવ્યા બાદ પણ કેડિલા સહિતના બ્રિજ રિપેર કરવામાં કોર્પોરેશનની હજી પણ આળસ જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, મોરબી દુર્ઘટના બાદ સરકારના સૂચનથી મહાનગરપાલિકા દ્વારા બ્રીજના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં 5 બ્રિજ જોખમી હાલતમાં હોવાનો છેલ્લો રિપોર્ટ આવ્યો હતો. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ 5 બ્રિજ જોખમી અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેડીલા બ્રિજ રીપેર કરવામાં કોર્પોરેશનની હજી પણ આળસ જોવા મળી રહી છે.
આ સિવાય અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ ખખડધજ અને ક્રિટિકલ હાલતમાં છે. કેટલીક જગ્યા પર ખૂબ જ જર્જરીત છે. કેડીલા જૂનો બ્રિજ જોખમી હાલતમાં છે. કેડીલા બ્રિજને બંને દીવાલો રિપેર કરવા રિપોર્ટમાં સૂચન કરાયું હતું. રિપોર્ટ બાદ પણ અનેક જગ્યા પર બ્રિજની આજુબાજુમાં લગાવેલી જાળી તૂટેલી હાલતમાં જોવા મળી. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો છેલ્લે કરાવેલો રિપોર્ટ બાદ AMC દ્વારા સુભાષ બ્રિજ અને મહાત્મા ગાંધી બ્રિજ રીપેર કરવામાં આવ્યા હતા.