
ગુજરાતમાં મહિસાગર નદી પર બનેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 18 પર પહોંચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃત દેહ મળ્યા હતા. હજું પણ 2 વ્યક્તિઓ લાપતા છે.
13 કર્મચારીઓ ઈજાગ્રસ્ત
બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશનમાં સમસ્યાઓ આવી રહી છે. જેમાં રેસ્ક્યું મિશનમાં જોડાયેલા 13 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, અને અન્ય 43 કર્મચારીઓને સારવાર લેવાની ફરજ પડી છે. તો બીજી તરફ કેમિકલ ભરેલું ટેન્કર બ્રિજથી પાણીમાં ખાક્યું હતું, તે કારણે પાણીમાં ડીપ ડ્રાયવર્સને આંખોમાં બળતરાનો સામનો કરવો પડી રહ્યો છે. NDRF, SDRF, ફાયર વિભાગ સહિતની ટીમોનું રેસ્ક્યું ઓપરેશન યથાવત ચાલી રહ્યું છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા સીએમએ અધિકારીઓને સૂચના આપી છે.