ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે કેરી નદી પર આવેલો 65-70 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરને જોડતા હાઇવે રોડ પર આવેલો છે.
પોપડા ખરી ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાય છે
બ્રિજની નીચેના પોપડા ખરી ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાય છે. રેલિગો પણ તૂટી ગઈ છે. બ્રિજ પર સતત વાહન વ્યવહાર યથાવત છે. બ્રિજ પરનું ડિવાઇડર પણ બોગસ કામગીરીને કારણે ખરાબ થયું છે, જેના લીધે અકસ્માતનો ખતરો રહેલો છે.સ્થાનિકોમાં ભયનો માહોલ છે, કારણ કે આ બ્રિજની હાલત વડોદરાના ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાને આમંત્રણ આપે છે, જ્યાં 15 લોકોના મોત થયા હતા. લોકો પ્રશ્ન ઉઠાવે છે કે શું માર્ગ અને મકાન વિભાગ આવી દુર્ઘટનાની રાહ જુએ છે?