Home / World : Britain's royal train has been closed, this train was started in 1869

બંધ થઈ ગઈ બ્રિટનની શાહી ટ્રેન, 1869માં રાણી વિક્ટોરિયાના શાસનકાળ દરમિયાન થઈ હતી આ ટ્રેનની શરુઆત

બંધ થઈ ગઈ બ્રિટનની શાહી ટ્રેન, 1869માં રાણી વિક્ટોરિયાના શાસનકાળ દરમિયાન થઈ હતી આ ટ્રેનની શરુઆત

બ્રિટનની રોયલ ટ્રેન સદીઓ જૂની શાહી પરંપરાનું પ્રતીક રહી છે. તેની શરૂઆત 1869માં રાણી વિક્ટોરિયાના શાસનકાળ દરમિયાન થઈ હતી. તે ફક્ત શાહી મુસાફરીનું સાધન જ નહોતું પણ બ્રિટિશ ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતીક પણ હતું. રાણી વિક્ટોરિયાના સમયથી ચાલતી આ ટ્રેનને આખરે બ્રિટિશ રાજવી પરિવાર દ્વારા બંધ કરવામાં આવી છે. રોયલ ટ્રેન ચલાવવાનો ખર્ચ ઘણો વધારે છે.ચાલો જાણીએ આ ટ્રેનના આંતરિક ભાગ અને તેમાં થયેલા ખર્ચ વિશે જાણીએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાણી વિક્ટોરિયાના આદેશથી શરૂ થયેલી રોયલ ટ્રેનને તે યુગમાં ઔદ્યોગિક ક્રાંતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી. આ ટ્રેન આધુનિક સંસાધનો વચ્ચે રાજવી પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. તેમાં ખાસ બેડરૂમ, બાથરૂમ, શાહી રસોડું,અને જમવાની સુવિધાઓ પણ હતી. આ ટ્રેને રાજવી પરિવારને આરામ અને ભવ્યતાનો અનુભવ કરાવ્યો. રાજવી પરિવારના સભ્યો માટે ટ્રેન પરિવહનનું સલામત માધ્યમ હતું.

અહેવાલો મુજબ, આ રોયલ ટ્રેન તેની શરૂઆતથી આધુનિક સમય સુધી બ્રિટિશ રાજાશાહીની ગરિમા અનુસાર દોડતી હતી. શરૂઆતમાં આ ટ્રેનમાં નવ કોચ હતા, બાદમાં તેમાં ત્રણ વધુ કોચ ઉમેરવામાં આવ્યા અને તે પણ શાહી જરૂરિયાતો અનુસાર જ બનાવવામાં આવ્યા.

આ ટ્રેનના મોંઘા ફર્નિચર, વૈભવી પલંગ, કાર્પેટ, સુંદર પડદા, ચમકતી લાઈટો છે, જે તેને મહેલ જેવી છબી આપે છે. સુરક્ષાની વાત કરીએ તો, ટ્રેનમાં ખાસ સર્વેલન્સ કેમેરા, ગુપ્ત સંદેશાવ્યવહાર વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રોયલ ટ્રેનની જાળવણી અને સંચાલન પાછળ દર વર્ષે લાખો પાઉન્ડનો ખર્ચ થતો હતો. આમાં જાળવણી, ટેકનિકલ બાબતો, સ્ટાફનો પગાર, સુરક્ષા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ખર્ચ બ્રિટિશ કરદાતાઓના પૈસાથી પૂરા કરવામાં આવતા હતા.

રોયલ ટ્રેનની નિવૃત્તિ બ્રિટનના શાહી ઇતિહાસમાં એક યુગનો અંત દર્શાવે છે. આ ટ્રેનની ખર્ચાળ જાળવણી અને સંચાલન ખર્ચ અંગે સમયાંતરે ટીકા થતી રહી છે કે કરદાતાઓના પૈસાનો ઉપયોગ કરીને આટલી મોંઘી ટ્રેન કેમ ચલાવવામાં આવી રહી છે.

Related News

Icon