Home / Entertainment : British Airways treated Mouni Roy horribly

Chitralok / મૌની રોય: અમારી સાથે બ્રિટિશ એરવેઝે કર્યો ભયાનક વર્તાવ!

Chitralok / મૌની રોય: અમારી સાથે બ્રિટિશ એરવેઝે કર્યો ભયાનક વર્તાવ!

અભિનેત્રી મૌની રોયને તાજેતરમાં બ્રિટિશ એરવેઝ સાથે કડવો અનુભવ થયો. જો કોઈ સેલિબ્રિટી સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય પ્રવાસીઓનું તો કેવું વર્તન થઈ શકે, તેની તો કલ્પના જ કરતી રહી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'એક્સ' પર રદ્દ કરાયેલી પોસ્ટમાં અભિનેત્રી મૌની રોયે શેર કર્યું છે કે, "મને અને મારી ટીમ સાથે ભયાનક વર્તન કરાયું. મારી ટીમનો એક મેમ્બર અન્ય ફ્લાઈટમાં પ્રવાસ કરવાનો હતો. મેં બ્રિટિશ એરવેઝના કર્મચારીને (કે જે મુસ્લિમ હતો) પૂછ્યું કે શું મારા એક ટીમ મેમ્બરને તમે અમારી ફ્લાઇટમાં એડજસ્ટ કરી શકો તેમ છો? હું તે માટે એક્સ્ટ્રા પેમેન્ટ કરવા પણ તૈયાર છું... ત્યારે એ માણસે એકદમ ઉદ્ધતાઈથી કહ્યું કે એ તો તમારી સાથે ફ્લાઈટમાં નહીં જ જઈ શકે, પણ શું તમારે ચારેય આ ફ્લાઇટમાં જવું છે કે ઉતરી જવું છે? મને ખરેખર આંચકો લાગ્યો." મૌનીએ ટ્વીટ કર્યું કે, "મને અને મારી આખી ટીમને ત્યાં ઊભેલી કોઈપણ મહિલાએ ટેકો આપ્યો નહોતો. ખેર, અમે ફ્લાઇટમાં ચઢ્યા. જો અમે ફ્લાઇઈટ મિસ કરી હોત તો પેલો માણસ હસતો હોત, ખુશ થયો હોત."

ના, વાત અહીં પૂરી થતી નથી. 11 કલાકની આખી ફ્લાઈટમાં મૌની અને એની ટીમને જાણી જોઈને પાણી સુદ્ધાં આપવામાં ન આવ્યું. નાસ્તો અને ભોજન તો ભૂલી જ જાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને મૌની રોયે લખ્યું, "મારે  તો ફ્લાઈટમાં ચઢવા માટે ભીખ માંગવી પડી અને રડવું પણ પડયું. આ રેસીઝમ નથી તો બીજું શું છે?" 'નાગિન' ની અભિનેત્રીએ વધુમાં કહે છે, "બ્રિટીશ એરવેઝે એવા માણસોને નિયુક્ત કરવા જોઈએ જે તમામ પેસેન્જર્સને એકસમાન માનતા હોય, જે પોતે સર્વશ્રેષ્ઠ હોવાના ભ્રમમાં ન જીવતા હોય. તે માણસ ખરેખર ભયંકર હતો, પણ મહિલા સ્ટાફ સમજુ હતો. તેમણે અમને ટેકો આપ્યો. ઇન ફેક્ટ, તેમને કારણે જ અમે ફ્લાઈટ બોર્ડ કરી.ખરેખર, આવો અનુભવ કોઈને થવો ન જોઈએ. આમ તો હું સેલિબ્રિટી ગણાઉં છું. વિચારો કે જો મારી સાથે આવું વર્તન થઈ શકતું હોય તો બીજાઓ સાથે પેલો હોરિબલ માણસ શું નહીં કરતો હોય..."

Related News

Icon