પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. BSFએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું કે BSFએ પાકિસ્તાનની 72 ચોકીઓ નષ્ટ કરી હતી.
લશ્કરના લૉન્ચ પેડને નષ્ટ કર્યા
BSFના જમ્મુ ફ્રંટિયરના મહાનીરિક્ષક શશાંક આનંદે કહ્યું કે BSFએ અખનૂર, સાંબા અને આરએસપુરા સેક્ટરોમાં કેટલાક આતંકી લોન્ચ પેડને ધ્વસ્ત કર્યા હતા જેમાં લોની, મસ્તપુર અને છબ્બારા પણ સામેલ છે. 9-10 મેએ પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં ઉકસાવા વગર ફાયરિંગ કર્યું હતું અને BSFની ચોકીઓને નિશાન બનાવી હતી. જવાબમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા લોની લોન્ચ પેડ પર હુમલો કરવામાં આવ્યો અને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અમે કેટલીક દુશ્મન ચોકીઓ, ટાવર અને બંકરોને નષ્ટ કરીને જવાબ આપ્યો હતો. આશરે 72 પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. BSFની સંપત્તિને કોઇ નુકસાન થયું નહતું.