કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે મોદી સરકારનું બજેટ રજૂ કર્યું. આ બજેટ 50 લાખ કરોડ રૂપિયાથી વધુનું છે. આ બજેટમાંથી રાજ્યોને 25 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ પણ મળશે. જો આપણે કેન્દ્ર સરકારના મંત્રીઓની વાત કરીએ તો, સૌથી વધુ બજેટ નાણા મંત્રાલયને ફાળવવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયને 6 લાખ 80 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંને વિભાગોને 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

