Operation Sindoor બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા સતત ભારત પર ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યાં છે જેનો ભારતીય સુરક્ષાદળો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. પાકિસ્તાને હવે ભૂજ સહિતના એરબેઝને નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે, વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદમાં કર્નલ સોફિયા કુરેશીએ વીડિયો શેર કરીને પાકિસ્તાનને જૂઠને ઉજાગર કર્યું હતું.
ભૂજ સહિતના એરબેઝને કોઇ નુકસાન પહોંચ્યું નથી
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, "પાકિસ્તાની સેના પશ્ચિમી સરહદો પર સતત હુમલા કરી રહી છે. તેણે ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવા માટે ડ્રોન,લાંબા અંતરના શસ્ત્રો, લડાયક શસ્ત્રો અને ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે. ભારતે અનેક ખતરાઓને નિષ્ફળ કર્યા હતા.પાકિસ્તાને 26થી વધુ સ્થળોએ ડ્રોન દ્વારા હુમલા કર્યા હતા. પાકિસ્તાને ભૂજ,ઉદ્યમપુર, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના મથકો પર આપણા સાધનો અને કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યું છે. પંજાબમાં વાયુસેનાના બેઝને નિશાન બનાવવા માટે રાત્રે 1.40 વાગ્યે હાઇસ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, તેમણે આરોગ્ય સુવિધાઓ અને સ્કૂલો પર પણ હુમલો કર્યો છે."