Home / India : Building collapses in Delhi early morning, 4 dead - 10 feared trapped

VIDEO: દિલ્હીમાં વહેલી સવારે બિલ્ડિંગ ધસી પડી, 4ના મોત- 10 જેટલા લોકો ફસાયાની આશંકા

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 3 વાગ્યે એક ચાર માળની ઇમારત ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલા 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 8થી 10 લોકો દટાયેલા હોવાની આશંક્ા છે. ઘટના સ્થળે NDRF, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમે રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અકસ્માત અંગે, ઉત્તર પૂર્વ જિલ્લાના એડિશનલ ડીસીપી સંદીપ લાંબાએ જણાવ્યું હતું કે, "આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. 14 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ચારના મોત થયા હતા ચાર માળની ઇમારત ધસી પડતાં બચાવ કામગીરી ચાલુ છે. હજુ પણ 8થી 10 લોકો ફસાયા હોવાની આશંકા છે.

ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, "અહીં બે પુરુષો અને બે પુત્રવધૂ રહે છે. મોટી પુત્રવધૂને ત્રણ બાળકો છે, બીજી પુત્રવધૂને પણ ત્રણ બાળકો છે. અમને હાલમાં કંઈ ખબર નથી. તેઓ ક્યાંય દેખાતા નથી. ભાડૂઆતો પણ અહીં રહે છે. હાલમાં આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી.

બિલ્ડિંગમાં રહેતા હતા ત્રણ પરિવાર 

શનિવારે વહેલી સવારે મુસ્તફાબાદ વિસ્તારના શક્તિ વિહાર વિસ્તારમાં એક બે માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન છે. બાકીના બે માળ પર ત્રણ પરિવારોના લગભગ 15 જેટલા લોકો રહેતા હતા.જેમાં એક પરિવારના સભ્યો કાટમાળમાં દટાયેલા હોવાનું જણાવાઈ રહ્યું છે. અન્ય લોકો બહાર આવી ગયા છે. કાટમાળ દૂર કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. 

Related News

Icon