અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ઓળખ ગણાતા કોટ વિસ્તારમાં ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી થતા બે મહિલા કાટમાળ નીચે દટાઈ હતી. જેમાં એક મહિલાને રેસક્યુ કરીને બચાવી લેવામાં આવી છે, જ્યારે અન્ય એક 30 વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાથી મોત નિપજ્યું છે.

