
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના માટે અમદાવાદથી મુંબઇ વચ્ચે 508 કિલોમીટર લાંબો હાઇસ્પીડ રેલ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર 2028 સુધી અમદાવાદ સાબરમતીથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઇ શકે છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે 2030 સુધી બુલેટ ટ્રેન દોડવાની સંભાવના છે.
સર્વેના આધારે બુલેટ ટ્રેનનું ભાડુ નક્કી થશે
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા રાઇડરશિપ સર્વે કરવામાં આવશે જેમાં મુસાફરોની સંખ્યા, નક્કી ભાડુ અને ટ્રાફિક અનુમાન નક્કી કરવામાં આવશે. સર્વેમાં આ આકલન કરવામાં આવશે કે કોણ કોણ મુસાફર વિકલ્પ જેમ કે કાર,ટેક્સી, બસ, એસી ટ્રેન, હવાઇ મુસાફરી વગેરે હાઇસ્પીડ રેલ તરફ આકર્ષિત થશે. આ સર્વે ખાસ કરીને રાષ્ટ્રીય રાજમાર્ગો અને એક્સપ્રેસ વેની આસપાસના વિસ્તારમાં કરવામાં આવશે.
https://twitter.com/AshwiniVaishnaw/status/1924676152788189326
અમદાવાદ-મુંબઇ વચ્ચે 2030 સુધી ચાલુ થઇ શકે છે બુલેટ ટ્રેન
અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું અંતર 508 કિલોમીટર હશે. ગુજરાતમાં 348 કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેન નક્કી કરશે. તે બાદ મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરના ટ્રેક પર બુલેટ ટ્રેન દોડશે. ગુજરાતમાં વાપી,બિલીમોરા, સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે અત્યાર સુધી 300 કિલોમીટર વાયાડક્ટનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યુ છે. મુંબઇના BKC સ્ટેશન પર 76 ટકા ખોદકામનું કામ પૂર્ણ થઇ ગયું છે. 383 કિલોમીટર પિયર વર્ક, 401 કિલોમીટર ફાઉન્ડેશન અને 326 કિલોમીટર ગર્ડર કાસ્ટિંગ પણ પૂર્ણ થઇ ગયુ છે.
મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના કામમાં કેમ મોડુ થયું
ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી થયું છે જ્યારે મહારાષ્ટ્રમાં ભૂમિ અધિગ્રહણને લઇને મહાવિકાસ અઘાડી સરકારના સમયે પરિયોજના લગભગ ત્રણ વર્ષ રોકાયેલી રહી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે આ પરિયોજના શરૂ થવાથી ભારત વિશ્વના તે પસંદગીના 15 દેશોની યાદીમાં સામેલ થઇ જશે જ્યાં હાઇસ્પીડ રેલ પરિયોજના છે. બુલેટ ટ્રેનથી મુસાફરીના સમયમાં ઘટાડો થશે, પ્રદૂષણ ઘટશે, રોડ અકસ્માતમાં કમી આવશે, રોજગારની નવી તકો ઉભી થશે, વિદેશી તેલ પર નિર્ભરતામાં કમી આવશે અને આર્થિક ગતિવિધિને ભાર મળશે.