
થોડા સામે પહેલા જ રાજકોટનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બન્ની ગજેરા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેવામાં સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મુકનાર ભાવિન ઉર્ફે બન્ની વિરુદ્ધ છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.થી ચર્ચામાં રહેતા ભાવિન ઉર્ફે બન્ની ગજેરા સામે આ ફરિયાદ નોંધાઈ છે. જેતપુરના એક યુવકની સોનાની ચેન બથાવી પાડવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બે દિવસ પહેલા ઉપલેટાના ભાયાવદરમાં બન્ની ગજેરા વિરુદ્ધ એટ્રોસિટીના ગુના બાદ જેતપુરમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જેતપુરના ગુંદાળા ગામના યુવાન પાસેથી પ્રસંગમાંન પહેરવા માટે 3 લાખ રૂપિયાની સોનાની ચેન લઈ જઈનેપરત નહોતી આપી. એટલું જ નહીં પરંતુ જે મિત્રએ સોનાની ચેન આપી તેનું અવસાન થયા બાદ તેના બેસણામાં પણ ન ગયો આરોપી બન્ની ગજેરા. આરોપી ભાવિન ઉર્ફે બન્નીએ એક સોનાનો ચેઇન રૂ.3 લાખ તે પ્રસંગમાં પહેરવા માટે જોઇએ છે તેમ કહીને લઈ ગયેલ બાદ પરત ન આપી છેતરપીંડી આચરી હતી.
હાલ જેતપુર તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ બનાવ અંગેની ફરિયાદ નોંધી તેની શોધખોળ આદરી છે. બન્ની વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાતા તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને કહ્યું, "મારા વિરુદ્ધ ફરિયાદ ભલે કરવા માંડ્યા, પણ સાબિત કરવા તૈયાર રહેજો. તમારી મા નું દૂધ પીધું હોય તો હવે સમાધાન કરવા ના આવતા."