
થોડા દિવસ પહેલા રાજકોટ શહેરમાં આવેલા ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ડ્રાઇવરે બેફામ ગાતી બસ હાંકી 4 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બેદારકારીભર્યા ડ્રાઇવિંગને લઈને અનેક લોકોને 6-7 લોકોને ઈજા પહોંચડી હતી. આ મામલે ડ્રાઈવર શિશુપાલ સિંહ રાણાને હોસ્પિટલમાંથી રાજ મળતા ધરપકડ કરવામાં આવી છે.
4 લોકોનો ભોગ લેનાર સિટીબસના ડ્રાઈવરને હોસ્પિટલમાંથી રજા મળતા ધરપકદ કરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરવામાં આવી છે. ડ્રાઈવર વિરુદ્ધ પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ થયો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઇવરે કહ્યું, "બ્રેક મારી પણ લાગી જ નહીં". પોલીસ દ્વારા PMI એજન્સી અને વિશ્વમ એજન્સીના સંચાલકોને નોટિસ આપી બોલાવાયા. આજે પોલીસ દ્વારા એજન્સીના સંચાલકોની પૂછપરછ કરવામાં આવશે.