Home / Gujarat / Patan : Horrific accident between ST bus and rickshaw on Sami-Radhanpur highway

Patan news: સમી-રાધનપુર હાઈવે પર ST બસ અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, 6ના મોત

Patan news: સમી-રાધનપુર હાઈવે પર ST બસ અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, 6ના મોત

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થયો છે. તો બીજી તરફ આ પ્રકારના અકસ્માતમાં સંખ્યાબંધ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ગોઝારી ઘટના આજે સવારે પાટણ જિલ્લામાં સર્જાઈ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

  સમી-રાધનપુર હાઇવે પર બસ અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત

ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે  સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો ST બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી બસે રીક્ષાને ટક્કર મારી હતી. રીક્ષામાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યું નીપજ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ટક્કર એટલી ભયાનક હતી કે રીક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો

મળતા અહેવાલ પ્રમાણે આ ટક્કર એટલી ભયાનક હતી કે રીક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. રીક્ષામાંથી લોકોના મૃતદેહ પણ બહાર પડ્યા હતા. તો બીજી તરફ  અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો. 


Icon